ETV Bharat / state

H3N2 VIRUS: ગુજરાતમાં એક સાથે 3 વાયરસનો અટેક, કેસ નોંધાતા તંત્ર થયું સજ્જ

ગુજરાતમાં ફરી એકવાર વાયરસજન્ય બીમારીઓએ માથું ઉચક્યું છે. ગુજરાતમાં એક સાથે ત્રણ જેટલા વાયરસના દર્દીઓના કેસ સામે આવ્યા છે. રાજ્ય આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં H3N2 નાં 3 કેસ, H1N1 ના 77 કેસ અને કોરોનાના રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24 કેસ નોંધાયા છે.

three-virus-in-gujarat-corona-h3n2-virus-h1n1-virus-health-minister-rushikesh-patel

author img

By

Published : Mar 11, 2023, 7:18 PM IST

Updated : Mar 11, 2023, 7:34 PM IST

અમદાવાદ: ગુજરાતમાં એક છેલ્લા 24 કલાકમાં 24 જેટલા કોરોનના કેસ નોંધાયા છે તો બીજી તરફ H1N1 અને H3N2 ના પણ કેસ સામે આવતા તંત્ર સજાગ બન્યું હતું. આ અંગે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં 77 જેટલા H1N1 ના કેસ નોંધાયા છે અને 1 વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે. બીજી તરફ H3N2 નાં 3 કેસ સામે આવ્યો છે. જો કે H3N2 વાયરસથી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.

H3N2 નાં 3 કેસ: આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલ રાજ્યમાં વાયરલ ફીવરના લક્ષણો સાથેના તાવ, શરદી, ખાંસી જેવા કેસના મામલા વધુ સામે આવી રહ્યા છે. પહેલા અને બીજા પ્રકારના વાયરલમાં સાજા થવાની સંભાવના વધુ છે પરંતુ ત્રીજા પ્રકારના વાયરલનું સંક્રમણ ફેફસા સુધી પહોંચી શકે છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે સરકારે તમામ સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલ ગુજરાતમાં H3N2 નાં 3 કેસ મળ્યા છે અને 77 કેસ H1N1 ના મળ્યા છે. H3N2 નાં વાયરસથી કોઈનું પણ મૃત્યુ થયું નથી. રાજ્યમાં 1 મૃત્યુ નોંધાયું છે તે H1N1 વાયરસના કારણે છે.

તંત્રની પૂરતી તૈયારીઓ: ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગભરાવાની જરૂર નથી કારણ કે સરકાર લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે 24 કલાક કામ કરી રહી છે. અમે તેનું નિરીક્ષણ કરી રહ્યા છીએ. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર કર્ણાટક અને હરિયાણાએ અત્યાર સુધીમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝાથી એક-એક મૃત્યુની પુષ્ટિ કરી છે. H3N2 એ પ્રબળ પેટા પ્રકાર છે જેના પછી H1N1 આવે છે. આ બંને પેટા પ્રકારો ઈન્ફલ્યુએન્ઝા 'A' પ્રકારના છે.

H1N1 કેસમાં વધારો: મોટાભાગના H1N1 કેસ મહારાષ્ટ્ર (170), ગુજરાત (74), કેરળ (42) અને પંજાબ (28) પછી તમિલનાડુ (545)માંથી નોંધાયા છે. કેન્દ્રએ રાજ્ય સરકારોને H1N1 કેસ સાથે કામ કરતા આરોગ્યસંભાળ કાર્યકરોને રસી આપવાની પણ સલાહ આપી છે. જો કે મંત્રાલયના જણાવ્યા અનુસાર ઓસેલ્ટામિવીર એ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ચેપના ઉપચાર માટે ભલામણ કરાયેલ દવા છે.

આ પણ વાંચો H3N2 VIRUS: ગુજરાતમાં H3N2 વાયરસ નોંધાતા હડકંપ, શાળાઓમાં વિદ્યાર્થીઓનું ફ્રી મેડિકલ ચેકઅપ શરૂ

ઈન્ફલ્યુએન્ઝાના વિવિધ પેટાપ્રકાર વાયરસના કેસ: IDSP-IHIP (ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફર્મેશન પ્લેટફોર્મ) પર ઉપલબ્ધ તાજેતરના ડેટા અનુસાર રાજ્યો દ્વારા 9 માર્ચ સુધી H3N2 સહિત ઈન્ફલ્યુએન્ઝાના વિવિધ પેટાપ્રકારના કુલ 3038 પ્રયોગશાળા-પુષ્ટિ થયેલા કેસો નોંધાયા છે. આમાં ફેબ્રુઆરીમાં જાન્યુઆરી 1307માં 1245 અને 9 માર્ચ સુધી 486 કેસનો સમાવેશ થાય છે. આરોગ્ય સુવિધાઓમાંથી IDSP-IHIP ડેટા સૂચવે છે કે જાન્યુઆરી 2023 મહિના દરમિયાન તીવ્ર શ્વસન બિમારી/ઈન્ફલ્યુએન્ઝા જેવા કુલ 397,814 કેસ નોંધાયા હતા. બીમારી (ARI/ILI) ફેબ્રુઆરી 2023 દરમિયાન સહેજ વધીને 436,523 થઈ ગઈ હતી.

આ પણ વાંચો What is H3N2 virus: H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ શું છે અને તેને ફેલાતા કેવી રીતે રોકી શકાય

Last Updated : Mar 11, 2023, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.