ETV Bharat / state

Ahmedabad News: નરોડા રોડ પર ધોળે દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ - Shivkrupa Jewelers loot

અમદાવાદના નરોડા ફાયર સ્ટેશનની સામે શિવકૃપા જવેલર્સ નામની દુકાનમાં બે શખ્સોએ લૂંટનો પ્રયાસ કર્યો હતો. જેમાં વેપારીએ પ્રતિકાર કરતા બુકાનીધારીએ હુમલો કરતા તેઓને ઈજાઓ થઈ હતી. આ સમગ્ર ઘટના CCTV સામે આવ્યા છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad News:
Ahmedabad News:
author img

By

Published : Apr 1, 2023, 3:59 PM IST

શિવકૃપા જવેલર્સ નામની દુકાનમાં બે શખ્સોએ લૂંટનો પ્રયાસ કર્યો

અમદાવાદ: શહેર કોટડા વિસ્તારમાં લૂંટનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. અશોક મિલ પાસે નરોડા ફાયર સ્ટેશનની સામે શિવકૃપા જવેલર્સ નામની દુકાનમાં સવારના સમયે બે બુકાનીધારી શખ્સોએ હાથમાં હથિયાર સાથે પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં હાજર વેપારીને હથિયાર બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો.
દુકાનમાં લૂંટનો પ્રયાસ: જોકે વેપારીએ પ્રતિકાર કરતા બુકાનીધારીએ હથિયાર વડે વેપારીને હુમલો કરતા તેઓને ઈજાઓ થઈ હતી. જે બાદ બૂમાબૂમ થતા લૂંટારાઓ ભાગી ગયા હતા, જોકે આ સમગ્ર ઘટના CCTV સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં શહેર કોટડા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને CCTV ના આધારે લૂંટનો પ્રયાસ કરનાર આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો કામે લગાડી છે.

લૂંટારૂઓ સીસીટીવીમાં કેદ: જ્વેલર્સના માલિક આ અંગે જણાવ્યું હતું કે 9 વાગ્યે જ્વેલરી શોપ ખુલી હતી. સવારે 10 વાગ્યા આસપાસ બે લૂંટારૂ આવ્યા અને બંદુકની અણી બતાવી હતી. તેમણે બંદુક બતાવી કહ્યું અવાજ ન કરતા, જે હોય તે બધો માલ આપી દો. વેપારીએ પ્રતિકાર કરતા બુકાનીધારીએ હથિયાર વડે વેપારી પર હુમલો કર્યો હતો. જેમાં તેમને ઈજાઓ પહોંચી હતી.

આ પણ વાંચો: Rajkot Loot: રાજકોટમાં વેપારીને આંખમાં મરચું નાખી લૂંટ ચલાવનાર 9 શખ્સોની ધરપકડ

વેપારી પર હુમલો: આ અંગે ડી ડિવિઝનના ઇન્ચાર્જ ACP નિધિ ઠાકુરે જણાવ્યું હતું કે સવારે વેપારી સંજય સોની પોતાની દુકાને હતા ત્યારે બે જણા દુકાનમાં પ્રવેશ્યા હતા અને તેઓની પાસે જઈ લૂંટનો પ્રયાસ કર્યો હતો જોકે વેપારીએ પ્રતિકાર કરતા આરોપીઓ સાથે ઝપાઝપી થઈ હતી, જે બાદ બૂમાબૂમ થયા આરોપીઓ ફરાર થઇ ગયા હતા. હાલ આ મામલે આરોપીઓએ પકડવા અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad Crime: ડિજિટલ લૂંટ મચાવતી ટોળકી પકડાઈ, આવી રીતે ખંખેરતી રૂપિયા

આરોપીઓની શોધખોળ: બે લૂંટારૂઓ દુકાન પાસેના સીસીટીવીમાં કેદ થયા હતા. જેને આધારે પોલીસ આરોપીઓની શોધખોળની કામગીરી હાથ ધરી છે. અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. ઘટના બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.