ETV Bharat / state

ખાનગી હોસ્પિટલમાં હજી 2420 બેડ ખાલી છેઃ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન

author img

By

Published : Jun 12, 2020, 4:50 PM IST

કોરોના મહામારીમાં વધી રહેલાં દર્દીઓને લઇને સરકારી હોસ્પિટલોમાં પથારીઓ ખૂટી પડવાની નોબત આવી ગઈ છે. ત્યારે આ મહત્ત્વની વાત બહાર આવી છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા સામે આવેલી માહિતી મુજબ ખાનગી હોસ્પિટલોમાં હજુ 2942 બેડ ખાલી પડ્યાં છે.

ખાનગી હોસ્પિટલમાં હજી 2420 બેડ ખાલી છેઃ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન
ખાનગી હોસ્પિટલમાં હજી 2420 બેડ ખાલી છેઃ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન

અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યાં છે ત્યારે સરકારી હોસ્પિટલો પણ હવે ભરાવા લાગી છે અને લોકોને ખબર નથી હોતી કે કઈ ખાનગી હોસ્પિટલમાં જગ્યા છે અને ક્યાં નથી. તેના પગલે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન (AHNS)ની વેબસાઈટ પર મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પિટલ સાથે કરેલા MOUમાં કઇ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે અને કેટલા ભરેલાં તેની જાણ લોકોને થાય તે માટે ઓનલાઇન માહિતી આપવા મ્યુનિસિપલ કમિશનરે આદેશ આપતાં બેડની યાદી મુકવામાં આવી છે.

યાદી મુજબ ખાનગી હોસ્પિટલમાં 2942 જેટલા બેડની વ્યવસ્થા છે. 522 જેટલા ખાનગી દર્દીઓ દાખલ છે. જેમાં 2420 બેડ હજુ ખાલી છે. એસવીપી કે સરકારી હોસ્પિટલ દર્દીને ખાનગી હોસ્પિટલમાં રિફર કરે પછી ઘણાં કિસ્સામાં તેમને કઈ હોસ્પિટલમાં કેટલી જગ્યા છે તેની જાણ હોતી નથી. જેના પગલે મ્યુનિ. કમિશનરે આ પરિપત્ર કર્યો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 42 ખાનગી હોસ્પિટલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 36 હોસ્પિટલ સાથે AMCએ MOU કરેલાં છે. 2 હોસ્પિટલ MOU વગર દર્દીને સારવાર આપે છે. જ્યારે 4 હોસ્પિટલ જે હાલમાં કાર્યરત નથી. જેથી હાલમાં 38 ખાનગી હોસ્પિટલ જ કોરોનાની સારવાર આપી રહી છે. યાદીમાં અલગઅલગ કેટેગરીમાં કેટલા લોકો સારવાર લઇ રહ્યાં છે. ICUમાં વેન્ટિલેટર પર અને વગર વેન્ટિલેટર પર તેમ જ ખાનગી દર્દીઓ કેટલાં છે તેની વિગત મુકવામાં આવી છે.

તદુપરાંત, ડીવાયએમસી હેલ્થને નિર્દેશ પણ આપ્યો છે કે, જીસીએસ હોસ્પિટલમાં અત્યારે 200 બેડ છે ત્યાં વધારાના 186 બેડ ઉપલબ્ધ થાય. એસએમએસ હોસ્પિટલમાં પણ વધારાના 200 બેડનો ઉમેરો થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે. આ હોસ્પિટલમાં ઓક્સિજન, વેન્ટિલેટર પણ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી આવશ્યક છે. અન્ય ખાનગી હોસ્પિટલ પાસેથી પણ વધારાના બેડ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે.આ સંદર્ભે વધુ જાણકારી માટે અહીં વેબસાઈટ પરથી માહિતી મળી શકે છે. http://ahna.org.in/

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.