ETV Bharat / state

અમદાવાદમાં એક કિશોર વયના બાળકને પોતાની પાસે રાખી લાખો રુપિયાની ચોરીને આપ્યો અંજામ - Theft of millions of rupees in Ahmedabad

અમદાવાદ શહેરમાં કિશોર વયના બાળકને સાથે રાખીને આરોપીએ લાખોની ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં આરોપીએ સવારે ચોરી કરી અને પોલોસે આરોપીને રાત સુધીમાં ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો.

Ahmedabad
અમદાવાદ
author img

By

Published : Jul 22, 2020, 10:50 AM IST

અમદાવાદ: શહેરના અમદુપુરમાં દુકાન ધરાવતા માલિકે ફરિયાદ નોંધાવી હતી કે, તેમની દુકાનમાંથી 20 તારીખે 3 ટીવી, 15 AC જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ચોરી થઈ છે. જે મામલે પોલીસે 4 અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.

પોલીસે દરિયપુરમાંથી ભીખાભાઈ પટેલને અને એક સગીરવયના બાળ આરોપીને પકડી પાડ્યા હતા. જેમાં આરોપીઓએ ચોરીના એક દિવસ અગાઉ દુકાનનું તાળું તોડી પોતાનું તાળું લગાવ્યું હતું. તેમજ 20 જુલાઈએ સવારે ચોરી કરવા ગયો ત્યારે પોતે લગાવેલું તાળું ખોલી સાથે લઈ ગયેલા મજૂરો સાથે સામાન બદલવાનો છે, તેમ કહીને ટીવી અને એસી લોડિંગ ગાડીમાં મુકાવ્યા હતા.

અમદાવાદ : કિશોરવયના બાળકને સાથે રાખી લાખો રૂપિયાનો ચોરીને અંજામ આપ્યો
સગીર વયના આરોપીને વૉચર્સ તરીકે સાથે રાખ્યો હતો. જેથી કોઈ આવે તો તેને જાણ થઈ શકે. જેમાં આરોપીએ 5 ટીવી વહેંચી પણ દીધા હતા. જે પોલીસે કબજે કરી લીધા છે. તેમજ કુલ 7.70 લાખના મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે.હાલ પકડાયેલા આરોપીની શહેર કોટડા પોલીસ દ્વારા પુછપરછ ચાલુ છે. આરોપીએ અગાઉ પણ આ રીતે ગુનાને અંજામ આપેલો છે કે, નહીં તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.