ETV Bharat / state

યુવતીએ બાઇક સવારોને ટક્કર મારી, કાર ચાલક યુવતી ફરાર - NFD સર્કલ પાસે યુવતીએ બાઇક સવારને અડફેટે લીધા

અમદાવાદમાં નવરાત્રીમાં રાતે 12 વાગે કર્ફ્યુ લાગી જાય છે. ત્યારે માલેતુજાર પરિવારના નબીરાઓ બેફામ બનીને પોતાના રોફ મારવા રસ્તા પર ફરતા હોય છે. જેમાં કોઈ નિર્દોષનો ભોગ લેવાઈ જાય છે.અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા NFD સર્કલ પાસે કાર લઈને નીકળેલી યુવતીએ બાઇક સવારોને અડફેટે લીધા હતા. જેમાં બે યુવકને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે કાર ચાલક યુવતીને હજી સુધી પોલીસ શોધી શકી નથી.

યુવતીએ બાઇક સવારોને ટક્કર મારી, કાર ચાલક યુવતી ફરાર

author img

By

Published : Oct 9, 2021, 7:54 PM IST

  • અમદાવાદમાં કાર ચાલકે યુવકોને અડફેટે લીધા
  • રાત્રીના સમયે નવરાત્રિ માંથી પરત આવતા હતા યુવકો
  • કાર ચાલક યુવતીને હજી સુધી પોલીસ શોધી શકી નથી

અમદાવાદઃ શહેરમાં નવરાત્રીમાં રાતે 12 વાગે કર્ફ્યુ લાગી જાય છે. ત્યારે માલેતુજાર પરિવારના નબીરાઓ બેફામ બનીને પોતાના રોફ મારવા રસ્તા પર ફરતા હોય છે. જેમાં કોઈ નિર્દોષનો ભોગ લેવાઈ જાય છે અથવા હોસ્પિટલમાં જવાનો વારો આવી જાય છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા NFD સર્કલ પાસે કાર લઈને નીકળેલી યુવતીએ બાઇક સવારોને અડફેટે લીધા હતા. જેમાં બે યુવકને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે કાર ચાલક યુવતીને હજી સુધી પોલીસ શોધી શકી નથી.

કોરોનાનાં કેસ ઘટતા નવરાત્રિમાં શેરી ગરબાની છૂટ

કોરોનાકાળ પછી આ વખતે કોરોનાનાં કેસ ઘટતા નવરાત્રિમાં શેરી ગરબાની છૂટ આપવામાં આવી છે. ત્યારે કર્ફ્યુની મર્યાદા 12 વાગ્યા સુધીની કરવામાં આવી છે. પણ કર્ફ્યુના નિયમ માત્ર સરકારના ચોપડે જ રહ્યા હોય તેમ સાબિત થઈ રહ્યું છે.

ફૂલ સ્પીડે આવી રહેલ કારે બાઇક ટક્કર મારતા અકસ્માત

નવરંગપુરા વિસ્તારમાં પી.જીમાં રહેતા મૂળ પોરબંદરના ભવ્ય રાયચુરા અમદાવાદમાં સી.એનો અભ્યાસ કરે છે. ભવ્ય અહીંયા પીજીમાં રહેતો હોવાથી તેના મિત્ર અભિજીત અન્ય મિત્રો સાથે સીધું ભવન ખાતે અર્બન ચોક પાસે નવરાત્રિ જોવા માટે ગયા હતા. રાતના અરસામાં પરત ફરતી વખતે તેઓને અકસ્માત નડ્યો હતો. તેઓ બાઇક પર ગુરુદ્વારાથી NFD સર્કલ સંજીવની હોસ્પિટલના રોડ પર જતા હતા. આ સમયે સર્કલ પર જજીસ બંગલો તરફથી ફૂલ સ્પીડે આવી રહેલ કારે બાઇક ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ કાર સવાર યુવતી અકસ્માત બાદ કારમાંથી નીચે ઉતરી હતી. અને આ યુવતી ઇજાગ્રસ્ત યુવકોને જોઈને ઇજાગ્રસ્ત યુવકને બચાવવાના બદલે યુવતી ત્યાંથી ફરાર થઈ ગઈ.

યુવકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

જ્યારે ઘટના બાદ બંને યુવકોને સાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને ગંભીર ઇજાઓ અને ફ્રેકચર થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે ટ્રાફિક પોલીસને જાણ થતા પોલીસે ગુનો નોંધી કારના નંબરના આધારે આરોપી યુવતીને શોધવા પ્રયાસ હાથ ધર્યા છે. આ બનાવમાં અકસ્માત કરનાર યુવતી બિલ્ડરની દીકરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે હજુ સુધી આરોપી યુવતીને પોલીસ પકડમાં આવી નથી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ પોલીસે હથિયાર સાથે 2 આરોપીની ધરપકડ કરી

આ પણ વાંચોઃ ચાલુ વર્ષે મચ્છરજન્ય રોગચાળાનો કહેર, ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસોનો રાફડો ફાટ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.