શહેરમાં એક એવી ઘટના બની જેને સાંભળી તમે પણ ચકીત થઇ જશો. મુંબઈનો રહેવાસી અને હાલમાં સાબરમતી ડીકૅબિન વિસ્તારમાં નાનાના ઘરે આવેલો 18 વર્ષનો અર્જુન નામનો યુવક ગઈકાલે રાતે 10 વાગ્યે ડીકેબિનથી મુંબઈ જવા નીકળ્યો હતો. યુવક ચાલતો ચાલતો કાલુપુર રેલવે સ્ટેશન જતો હતો. મોડી રાતે 12.30ની આસપાસ કેશવનગર રેલવે ઓવરબ્રિજ પરથી ચાલીને જતો હતો, ત્યારે બાજુમાંથી ટ્રેન નીકળી હતી. ટ્રેનની વ્હીસલ સાંભળી ડરી જતાં પગ લપસતા સાબરમતી નદીમાં પડ્યો હતો. નદીમાં પડતા જ તેણે જીવ બચાવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. તે દરમિયાન તે બ્રિજના પિલ્લર સુધી પહોંચી ગયો હતો અને પોતાનો જીવ બચાવી લીધો હતો.
અમદાવાદમાં ટ્રેનના ડરથી યુવક પડ્યો નદીમાં અને પછી આખી રાત ઠંડીમાં વિતાવી આ રીતે... - કાલુપુર
અમદાવાદ : સાબરમતીથી એક યુવક નાનાના ઘરેથી કાલુપુર રેલવે સ્ટેશન જવા નીકળ્યો હતો. યુવક મોડી રાતે સાબરમતી કેશવનગર રેલવે ઓવરબ્રિજ પરથી ટ્રેનની વ્હીસલ સાંભળી ડરથી નદીમાં છલાંગ લગાવી હતી. જેમાં 18 વર્ષના યુવકે ઠંડીમાં આખી રાત સાબરમતી નદીની વચ્ચે પિલર પર વિતાવી હતી અને વહેલી સવારે લોકોને જાણ થતાં ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ બોટે તાત્કાલિક નદીમાં વચ્ચે પહોંચી યુવકને બચાવ્યો હતો.
શહેરમાં એક એવી ઘટના બની જેને સાંભળી તમે પણ ચકીત થઇ જશો. મુંબઈનો રહેવાસી અને હાલમાં સાબરમતી ડીકૅબિન વિસ્તારમાં નાનાના ઘરે આવેલો 18 વર્ષનો અર્જુન નામનો યુવક ગઈકાલે રાતે 10 વાગ્યે ડીકેબિનથી મુંબઈ જવા નીકળ્યો હતો. યુવક ચાલતો ચાલતો કાલુપુર રેલવે સ્ટેશન જતો હતો. મોડી રાતે 12.30ની આસપાસ કેશવનગર રેલવે ઓવરબ્રિજ પરથી ચાલીને જતો હતો, ત્યારે બાજુમાંથી ટ્રેન નીકળી હતી. ટ્રેનની વ્હીસલ સાંભળી ડરી જતાં પગ લપસતા સાબરમતી નદીમાં પડ્યો હતો. નદીમાં પડતા જ તેણે જીવ બચાવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. તે દરમિયાન તે બ્રિજના પિલ્લર સુધી પહોંચી ગયો હતો અને પોતાનો જીવ બચાવી લીધો હતો.
બ્રિજની વચ્ચે આવેલા પિલલર પરથી તેણે મદદ માટે અનેક બુમો પાડી હતી. પરંતુ મોડી રાત હોવાથી કોઈએ તેની બુમો સાંભળી ન હતી. એક કલાક સુધી મદદ માટે તેણે બુમો પાડી હતી પરંતુ કોઈ મદદે ન આવતા છેવટે તે થાકી આખી રાત પલળેલો ઠંડીમાં નદીની વચ્ચે પિલ્લર પર બેસી રહ્યો હતો. તેનો ફોન પણ પલળી ગયો હોવાથી બંધ થઈ ગયો હતો જેથી કોઈની મદદ પણ માંગી શક્યો ન હતો.સવારે 6.45 વાગ્યે થોડું અજવાળું થતાં રિવરફ્રન્ટના સિક્યુરિટી ગાર્ડે પિલ્લર પર યુવકને જોતાં બ્રિજ ઉપર જઇ તેને પૂછ્યું હતું. પોતે બ્રિજ પરથી પડી ગયો હોવાનું કહેતા સિક્યુરિટી ગાર્ડે ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ બોટની રેસ્ક્યુ ટીમે તાત્કાલિક નદીમાં વચ્ચે પોહચી યુવકને સહી સલામત બહાર લાવ્યા હતા અને રિવરફ્રન્ટ પોલીસને સોંપ્યો હતો.Conclusion: