અરજદાર ઈચ્છે તો સિવિલ જજની પરીક્ષા માટે નોંધણી કરી હોય અને EWS ક્વોટાની માગ માટે અરજી કરી શકે છે. આ સિવિલ જજની ભરતી જાહેર હિત સાથે સંકળાયેલી ન હોવાથી આ કેસમાં પીટીશન દાખલ કરી શકાય. ઉલ્લેખનીય છે કે આ જાહેરહિતની અરજીમાં દિનેશ ભામણીયા બાદ બીજા અરજદાર દીલીપ સાવુકીયા મૂળ વ્યવસાયે વકીલ છે અને સિવિલ જજની ભરતી માટે તેમણે નોંધણી પણ કરવી છે. આ મુદે વાતચીત કરતા અરજદાર દિનેશ ભામણીયાએ જણાવ્યું હતું કે ચીફ જસ્ટીસના આદેશ પ્રમાણે દીલીપ સાવુકીયા મારફતે હાઈકોર્ટમાં આ મુદાને લઈને રિટ દાખલ કરી હતી.
હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેર હિતની અરજીમાં રજુઆત કરવામાં આવી હતી કે સરકારની મોટાભાગની ભરતીમાં EWS 10 ટકા ક્વોટા લાગુ કરવામાં આવે છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રી વિભાગ દ્વારા સિવિલ જજ માટે ઠરાવ મુજબ બહાર પાડવામાં આવેલી જાહેરાતમાં લાગુ કરાયું નથી. સરદાર પટેલ ગ્રુપ આર્થિક અનામતની લડતમાં સંકળાયેલું રહ્યું છે અને 2015માં તેને લઈને વિરુદ્ધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતાં.