અમદાવાદઃ જિલ્લાના વિરમગામમાં અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા યોજાયેલા નિબંધ સ્પર્ધાનું રવિવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ શહેર ટીમ દ્વારા શહેરમાં અવનવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, ત્યારે બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે શહેરમાં ગાંધીજી વિશે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેનાના પ્રમુખ ચેતન કંસારા, ઉપપ્રમુખ ડૉ. મહેન્દ્ર જાદવ, મહામંત્રી અશોક પરમાર, મહામંત્રી સંજય રામાનંદી, મંત્રી પ્રણવ સોની અને કારોબારી સભ્ય મહેન્દ્ર સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં સ્પર્ધાના પરિણામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધોરણ-5 થી 8માં પ્રથમ ક્રમાંકે અવની ગુપ્તા, બીજા ક્રમાંકે માધવી રામાનંદી તેમજ ત્રીજા ક્રમાંકે અંજલિ માવાણી જ્યારે ધોરણ-9 થી 12માં પ્રથમ ક્રમાંકે અવની સોની તેમજ બીજા ક્રમાંકે પ્રેક્ષા રામી વિજેતા થયા હતા. વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ગિફ્ટ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં મૂલ્યાંકન કરવામાં પ્રકાશ પટેલ તેમજ મિલી મેમનો વિશેષ આભાર તેમજ રણજીતસિંહ જાદવનો પણ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.