- કોઇ પણ રસી કોરોના સામે લડવા માટે સક્ષમ છે, તેથી વેક્સિન લેનારાઓ સૌથી વધારે સુરક્ષિત
- વેક્સિનની આડઅસરના કારણે મોત થવાના કેસ સામે આવ્યા નથી
- વેક્સિન પર શંકા કરવા કરતા, લીધા બાદ સુરક્ષિત થવુ વધારે સમજદારી
અમદાવાદઃ રાજયમાં કોરોનાની બીજી લહેરમાં જે લોકોએ કોરોનાની વેક્સિન લઇ લીધી છે. તેવા લોકોને કોરોનાની ઓછી અસર થઇ છે. ત્યારે હાલ કોરોનાની મહામારી વચ્ચે કેટલાક લોકોમાં શંકા છે કે, બન્નેમાંથી કઇ વેક્સિન વધારે અસરકારક છે. ત્યારે નિષ્ણાંતો માની રહ્યા છે કે, વેક્સિન લીધા બાદ થોડી અસર કોઇ પણ વેક્સિન બતાવે જ છે. પરંતુ લોકોએ પોતાનામાં રહેલા ભ્રમને દૂર કરવાની જરૂર છે.
આ પણ વાંચોઃ વેક્સિન લીધા બાદ કોરોનાથી જ મૃત્યુ થયું હોય તેવો એક પણ કેસ નથીઃ ડૉ. મોના દેસાઈ
જાણીતા ડોક્ટર યોગેશ ગુપ્તા સાથે મુલાકાત કરવામાં આવી હતી
અમદાવાદના જાણીતા ડોક્ટર યોગેશ ગુપ્તા સાથે મુલાકાત કરવામાં આવી હતી. જેમણે કોરોનાની વેક્સિનને લઇને લોકોમાં રહેલી શંકાને લઇને કહ્યું કે, કોઇ પણ વેક્સિનને સરકાર દ્વારા ત્યારે જ મંજૂરી આપવામાં આવે છે. જયારે તે પોતાના તમામ ટ્રાયલમાંથી પસાર થાય. કોઇ પણ વેક્સિન લીધા બાદ તાવ આવવો, બોડીમાં દુઃખાવો થવો સામાન્ય અસર છે. જો આવુ થાય તો, વેક્સિન તેની અસર દેખાય છે, તેવુ પણ કહી શકાય. તો કેટલાક સંજોગોમાં વ્યક્તિને સામાન્ય અનુભવ પણ થતો નથી.
રસી લીધા બાદ તાવ કે અન્ય કોઇ લક્ષણો પણ દેખાતા નથી
લોકોમાં શંકા છે કે, ભારત બાયોટેકની કોવેક્સિન સૌથી વધારે અસરકારક છે. આ રસી લીધા બાદ તાવ કે અન્ય કોઇ લક્ષણો પણ દેખાતા નથી. તો કેટલાક નિષ્ણાંતો દ્વારા આપવામાં આવેલા તારણોમાં પણ તેમને વધારે અસરકારક હોવાનું જણાવવામાં આવ્યું છે. બીજી તરફ સિરમ ઇન્સ્ટીટ્યુટની કોવિશિલ્ડ લીધા બાદ મોટા ભાગના દર્દીઓને તાવ આવે છે, તેથી લોકો તેને વધારે અસરકારક ગણતા નથી.
આ પણ વાંચોઃ વેક્સિનના સ્ટોકના અભાવે 18 વર્ષની ઉપરના લોકોને વેક્સિનેશન માટે જોવી પડશે રાહ
વિદેશની વેક્સિનને લઇને પણ ભારતમાં મંજૂરી આપી દેવામાં આવી છે
દેશમાં સૌથી વધારે હાલ કોવિશિલ્ડની વેક્સિન લોકોને આપવામાં આવી રહી છે અને વિદેશની વેક્સિનને લઇને પણ ભારતમાં મંજૂરી આપી દેવામાં આવી છે, ત્યારે દેશમાં લોકોની સરખામણીમાં જે વેક્સિન આપવામાં આવી છે. તેનાથી લોકોને સંક્રમણ થવાની શક્યતા ઘટી ગઇ છે. ત્યારે લોકોએ શંકા કરવા કરતા વેક્સિન લેવા પર વધારે ધ્યાન આપવાની જરૂર છે.