અમદાવદઃ રાજ્યમાં અનેક ખાનગી ટ્રાવેલ્સનું સંચાલન કરવામાં આવે છે. શહેરમાં પણ બાપુનગર, પાલડી અને ઇસ્કોન જેવા જંક્શન પરથી પણ લોકો ખાનગી ટ્રાવેલ્સનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ શહેરમાં ખાનગી ટ્રાવેલ્સને દિવસ દરમિયાન ટ્રાફિકને લઈને પ્રવેશ આપવામાં આવતો નથી. ત્યારે બપોરના એક થી ત્રણના સમયગાળામાં આ ખાનગી ટ્રાવેલ્સને અમુક નક્કી કરેલા પોઇન્ટ પર એન્ટ્રી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
શહેરમાં બપોરના 1 થી 3 વાગ્યા સુધી ટ્રાવેલ્સ માટે નો એન્ટ્રી આપવામાં આવી છે. તેને દૂર કરવામાં આવે તેની માંગ કરવામા આવી છે. અમે એવી માંગ કરી છે. જે રોડ પર ટ્રાફિક ઓછો હોય અને લોકોને પરેશાની ઉદભવે નહિ તેને માટે ખાનગી ટ્રાવેલ્સ અમુક પોઇન્ટ સુધી શહેરમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેને લઈને આવતીકાલે ગુજરાતનાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ શહેર પોલીસ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવશે. - મોહન રબારી, ટ્રાવેલ્સ એસોસિયેશન પ્રમુખ
1થી 3 વચ્ચે પ્રવેશ આપવામાં આવશે : વધુમાં જણાવ્યું હતું કે, અમારી જે માંગ છે, તે લોક હિત માટેની માંગ કરી છે. આ કારણે શહેરની બહાર ટ્રાવેલ્સ ઊભી રાખવામાં આવે છે. જેના કારણે બપોરના સમયે મુસાફરો પરેશાન થાય છે, જેના કારણે મુસાફરો બપોરના સમયે શહેરનાં અમુક પોઇન્ટ સુધી પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો આ માંગ સ્વીકારમાં નહિ આવે તો, 20 સપ્ટેમ્બરના રોજ અનશન પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે. આ પહેલાં પણ રાત્રે 11 વાગ્યાની જગ્યા 10 વાગ્યાથી શહેરમાં પ્રવેશ આપવો અને બપોરના 1 થી 3 વચ્ચે શહેરમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પરંતુ માત્ર એક જ માંગ સ્વીકારવામાં આવી છે.
- આ રુટ પર પ્રવેશવાની માંગ કરાઇ
- રૂટ નંબર 1 : સીટીએમ નારોલ રોડ ઉપર પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
- રૂટ નંબર 2 : નાના ચિલોડા રીંગરોડ પરથી ભાટ સર્કલ, ઇન્દિરા બ્રિજ, એરપોર્ટ, ડફનાળા, રાજસ્થાન હોસ્પિટલ, નમસ્તે સર્કલ, સુભાષ બ્રિજ, 132 ફુટ રીંગ રોડ, શિવરંજની, જોધપુર ચાર રસ્તા, ઇસ્કોન, એસજી હાઇવે અને ઉજાલા.
- રૂટ નંબર 3 : નાના ચિલોડા જે ગેલેક્સી, નરોડા પાટિયા, મેમકો, રાજસ્થાન હોસ્પિટલ, નમસ્તે સર્કલ, સુભાષ બ્રિજ, 132 ફૂટ રીંગ રોડ, શિવરંજની ચાર રસ્તા, જોધપુર ચાર રસ્તા, ઇસ્કોન, એસજી હાઇવે અને ઉજાલા.
- રૂટ નંબર 4 : સીટીએમ એક્સપ્રેસ હાઇવે એન્ટ્રી પોઇન્ટ જ્યાંથી સોનીની ચાલી, વિરાટનગર, ઠક્કર નગર, નરોડા પાટિયા, ગેલેક્સી અને નાનાચિલોડા.
- રૂટ નંબર 5 : જિંદાલ સર્કલ એન્ટ્રી પોઇન્ટ ત્યાંથી સાબરમતી, વિસત, આરટીઓ, 132 ફૂટ રીંગ રોડ, શીવરંજની, જોધપુર ચાર રસ્તા, ઇસ્કોન, એસજી હાઇવે, ઉજાલા.
- રૂટ નંબર 6 : નિકોલ એન્ટ્રી પોઇન્ટ ત્યાંથી નિકોલ ગામ રીંગ રોડ તરફની અંદર, નિકોલ ખોડીયાર માતા મંદિર, જીવનવાડી, ઉત્તમનગર , ઠક્કર નગર એપ્રોચથી નેશનલ હાઈવે આ જગ્યા ઉપર તેમને પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરી છે.