ETV Bharat / state

ગુજરાતલોકડાઉનઃ અમદાવાદમાં પણ મધરાતે પોલીસ સજ્જ - coronavirus disease

કોરોના વાઇરસની મહામારીને લઈ હવે ગુજરાત રાજ્યમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે, ત્યારે આગામી 31મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે તેને લઈ ગુજરાત પોલીસ પણ સજ્જ બની છે.

અમદાવાદઃ  ગુજરાત રાજ્યને લોકડાઉન કરવામાં આવ્યું

author img

By

Published : Mar 24, 2020, 4:56 AM IST

અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસની મહામારીને લઈ હવે ગુજરાત રાજ્યમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે, ત્યારે આગામી 31મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે તેને લઈ ગુજરાત પોલીસ પણ સજ્જ બની છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીઆ દ્વારા બેરીકેટ મૂકી બિન જરૂરી વાહનોને પ્રવેશ પણ આપવામાં આવતો નથી. જેથી સાવચેતી અને સલામતીને ધ્યાનમાં રાખી પોલીસ પણ એક બાદ એક પગલાં લઈ રહી છે.

ગુજરાત રાજ્યને લોકડાઉન કરવામાં આવ્યું

સમગ્ર ગુજરાતમાં કલમ 144 લગાવવામાં આવી છે. લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે જ બહાર નીકળી શકશે. જો કોઇ પણ વ્યક્તિ ઘરની બહાર વગર કારણે નીકળશે તો તેને પોલીસ અટકાવશે. હવે ખાનગી વાહન લઇને પણ જરૂરિયાત અને ઇમરજન્સી વગર નહીં બહાર નીકળી શકાય. જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવશે, ત્યારે તમામ દુકાનો, ઓફિસ, વર્કશોપ બંધ રહેશે. આ સિવાય નગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન, મેડિકલ, શાકભાજી, આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ રહેશે, તેવી જાહેરાત કરવામાં આવી છે. જીવન-જરૂરીયાતની વસ્તુ લેવા જતા વ્યક્તિને પોલીસ રોકશે નહીં. લોકોને કાબૂમાં રાખવા માટે સરકારે SRPની કંપની પણ ફાળવી છે અને આગામી સમયમાં 4 RAFની કંપની પણ ફાળવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.