ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા પાઠ્ય પુસ્તકમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાના (Bhagavad Gita in Textbook) મુદ્દે વિવિધ પક્ષો દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ પણ જણાવ્યું હતું કે, ભગવદ્ ગીતાને પાઠ્ય પુસ્તકમાં સમાવવાનો નિર્ણય આમ આદમી પાર્ટીએ આવકાર્યો છે.
"ગીતાની સાથે સાથે રામાયણ" - ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, જે રીતે ભગવદ્ ગીતા સામેલ કરવામાં આવી છે. તેવી રીતે બાળકો પ્રભુ રામ અને રાવણ વિશે પણ જાણે તે હેતુથી રામાયણનો એક પાઠ (AAP Response to Bhagavad Gita Lesson) સામેલ કરવામાં આવે તેવી માંગણી છે.
આ પણ વાંચો : ધાર્મિક સાહિત્યની માગ વધી, ગીતા પ્રેસમાં દરરોજ 50,000થી વધુ નકલો છપાય છે
"દિલ્હીના શિક્ષણ પ્રધાને આ નિર્ણય આવકાર્યો" - દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ ગુજરાત સરકારના આ નિર્ણય સ્વીકાર્યો છે. પણ કથની અને કરની બહુ ફેર છે. ભાજપ સરકારના રાજમાં ભ્રષ્ટાચાર (AAP Attack on BJP) ખૂબ મોટા પાયેથી રહ્યો છે. આ ઉપરાંત એવું પણ કીધું કે મનીષ સિસોદિયા દિલ્હીમાં શિક્ષણ ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવી છે. પ્રહાર કર્યા હતા કે, ભાજપ સરકારના રાજમાં નલિયા કાંડ, પેપર કાંડ, ભ્રષ્ટાચાર,પોલીસ અધિકારી લાંચ લેતા હોય છે. ભાજપ સરકારના નેતાએ 550 કરોડ શૌચાલયમાં કૌભાંડ કરે છે. તે જૂઠાણાં ફેલાવવામાં આવે છે.એટલે રાવણ જેવા કામ ન હોવા જોઈએ.
આ પણ વાંચો : Bhagwat Gita Competition : મુસ્લિમ પરિવારની દીકરીએ ભાગવત ગીતાની સ્પર્ધામાં દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો
" રાજ્યની 700 શાળામાં માત્ર 1 જ શિક્ષક" - વધુમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, ભાજપના નેતા કરોડો રૂપિયાની સંપત્તિ બનાવે છે. ગુજરાતમાં શાળાની હાલત બહુ ખરાબ જોવા મળી રહી છે. રાજ્યની 700 શાળામાં માત્ર 1 જ શિક્ષક છે. સરકારના બાળકો જ્યાં અભ્યાસ કરે છે ત્યાં શિક્ષકો છે. જ્યાં ગરીબ બાળકો ભણે છે ત્યાં શિક્ષકો નથી. ભાજપ સરકારના રાજમાં બહેનો, મહિલાઓ સુરક્ષિત નથી. જાહેરમાં મહિલાની હત્યા થાય છે. ગૃહપ્રધાનના શહેરમાં હત્યા કેસ વધારે છે. એટલે નેતાઓએ ગીતાના પાઠનો (Bhagavad Gita in Text Book) પાલન કરી જીવનમાં ઉતારવું જોઈએ.