ETV Bharat / state

સોસાયટીના રજીસ્ટ્રરમાંથી મહિલાનો મોબાઇલ નંબર લઇ બિભત્સ મેસેજ કરનાર સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો - true caller application

અમદાવાદમાં એક પરિણીતાને અલગ-અલગ ત્રણ નંબર ઉપરથી ટ્રુ કોલર અને વોટ્સએપમાં મેસેજ આવતા આ પરિણીતા ચોંકી ગઈ હતી. અજાણ્યા નંબર ઉપરથી પુરુષ તથા સ્ત્રીના જાતીય અંગોના વીડિયો અને ફોટા મોકલનાર આરોપી સામે મહિલાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જોકે, આરોપીએ મહિલાનો નંબર ક્યાંથી મેળવ્યો તે અંગે તપાસ કરવામાં આવી તો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો.

બિભત્સ મેસેજ કરનાર સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો

author img

By

Published : May 16, 2021, 1:25 PM IST

  • સોસાયટીના રજીસ્ટ્રરમાંથી સિક્યુરિટી ગાર્ડે મહિલાનો મેળવ્યો
  • મહિલાને અલગ-અલગ એપ્લિકેશન પર બિભત્સ ફોટા અને વીડિયો મોકલ્યા
  • સાયબર ક્રાઇમને જાણ કરતા જ પોલીસે આરોપીની ધરપકડ કરી

અમદાવાદ : શહેરમાં એક પરિણીતાને ગત 28 ફેબ્રુઆરીના રોજ અજાણ્યા નંબર ઉપરથી ટ્રુ કોલર એપ્લિકેશનની ચેટમાં પહેલા એક થમ્બ ઈમોજી વાળો મેસેજ આવ્યો હતો. પરંતુ આ નંબરથી તે અજાણ હોવાથી મહિલાએ તે મેસેજ ઉપર કોઈ ધ્યાન આપ્યું ન હતુ. ત્યારબાદ ફરીથી બે માર્ચના રોજ આ મહિલા ઘરે હાજર હતી ત્યારે અજાણ્યા નંબરના ધારકે ફરીથી મહિલાને ટ્રુ કોલર એપ્લિકેશનની ચેટમાં અશ્લીલ પ્રકારના વિડીયો તેમજ ગંદા ફોટા મોકલી Hi લખીને મેસેજ કર્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં એક વેપારીએ અજાણ્યા યુવક સામે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી

મહિલાએ આ નંબર બ્લોક કરી તેના પતિને જાણ કરી

24 માર્ચના રોજ ફરીથી મહિલાને ટ્રુ કોલર એપ્લિકેશનની ચેટમાં તથા વોટ્સએપ ઉપર અજાણ્યા નંબર પરથી અશ્લીલ પ્રકારના વિડીયો તેમજ ગંદા ફોટા આવ્યા હતા. તેમાં "હાઈ ઓનલાઇન આવો દોસ્ત" એવું લખાણ મોકલી આપ્યું હતું. જેથી મહિલાને એવું લાગ્યું હતું કે, તેને કોઈ હેરાન કરવા માટે થઈ અલગ-અલગ મેસેજ કરી રહ્યું છે. જેથી મહિલાએ આ નંબર બ્લોક કરી તેના પતિને જાણ કરી હતી. જે અંગે સાયબર ક્રાઇમને જાણ કરતા જ પોલીસ એ આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : ઊંઝામાં કામલીના યુવકને 10 હજાર આપવાનું કહી 97 હજારની ઠગાઇ કરી દીધી

સોસાયટીના રજીસ્ટ્રરમાંથી મહિલાનો નંબર મોળવ્યો
જેમાં આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી સેટેલાઇટમાં આવેલા અર્ચન રેસિડેન્સીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. આરોપીના લગ્ન ન થયા હોવાથી તેને છોકરીઓ સાથે મિત્રતા કરવાની ગમતી હતી. જેથી ફેસબુક પર અલગ-અલગ ગમતી છોકરીઓને તે મેસેજો કરતો હતો. આ દરમિયાન ફરિયાદી મહિલા આ ફ્લેટમાં આવી ત્યારે આ આરોપીને તે ગમી ગઈ હતી અને તેણે સોસાયટીના રજીસ્ટ્રરમાં આપેલો નંબર મેળવી મહિલાને ટ્રુ કોલર અને વોટ્સએપ પર મેસેજો કરી બીભત્સ વિડીયો અમે ફોટો મોકલ્યા હતા.
સિક્યુરિટી ગાર્ડને નોકરીએ રાખો ત્યારે તેની સંપૂર્ણ પણ તપાસ કરવી જોઇએ
જ્યારે પણ કોઈ રહેણાંક વિસ્તાર કે કોમર્શિયલ વિસ્તારમાં મુલાકાતીઓની રજીસ્ટ્રર બુકમાં એન્ટ્રી કરવામાં આવતી હોવાથી તેના ડેટાની ગોપનીયતા જળવાય તે ચેરમેન સેક્રેટરીની જવાબદારી છે. એટલું જ નહિ, જ્યારે કોઈ પણ સિક્યુરિટી ગાર્ડને નોકરીએ રાખો તો તેના ચારિત્ર્ય અને વર્તણુકની પણ તપાસ કરવી જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.