અમદાવાદમાં હેત્વી નામની બે બાળકીઓ બાળપણથી જ એકબીજાની સહેલીઓ છે અને એક જ શાળામાં અભ્યાસ કરે છે. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાયેલ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં આ બન્ને બાળકીઓએ એક સમાન પર્સન્ટેજ મેળવ્યા છે. બન્ને બાળકીઓ તેના પરિણામથી ખૂબ જ ખુશ છે.
આ કિસ્સો કોઈ ચમત્કારથી કમ નથી કારણ કે, આ બંને બાળકીઓના નામ સમાન છે અને બંને એક જ શાળામાં એક જ વર્ગમાં અભ્યાસ કરે છે. બન્નેનો પરીક્ષાખંડ પણ એક જ હતો અને શનિવારે જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, ત્યારે બંને બાળકોએ ૯૪ ટકા મેળવ્યા છે.
બન્ને બાળકીઓએ Etv Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તે બન્ને હમેશાં એકબીજાની સાથે વાતચીત કરતી હતી. એકબીજાને પ્રોબ્લેમ્સ શેર કરતી હતી. જ્યારે પણ કોઈકને તકલીફ પડે ત્યારે મદદ કરતી હતી. અભ્યાસમાં હંમેશા એકબીજાને કોમ્પીટીશન આપતા હતી અને ક્યારેય તેમની વચ્ચે કોઈ ઝઘડો થતો ન હતો. બન્નેના નામ સમાન કોની સાથે બન્ને ખૂબ જ સારી સહેલીઓ પણ છે. અભ્યાસમાં પણ બન્ને એકબીજાને ટક્કર આપતી રહી છે.
બન્નેમાંમાં ઘણું બધું કોમન છે. તેમ છતાં બન્નેનો ભવિષ્યનો પ્લાનિંગ અલગ છે. એકે Msc ITમાં જવું છે તો બીજીએ CA બનવું છે. બંન્નેના માતાપિતા પણ ખૂબ જ ખુશ છે અને બન્ને બાળકીઓની મિત્રતા જેમ આટલા વર્ષો સુધી ટકી રહી છે. તેમ જ બન્નેની ફ્રેન્ડશીપ આગળ પણ એવી જ રહે અને બન્ને એકબીજાને હંમેશા સાથ આપતી રહે તેવી તેમની ઈચ્છા છે.
પરિણામો ભાગ અનેક ઉદાહરણો સામે આવે છે. જે લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. ત્યારે અમદાવાદનો કિસ્સો પણ ચમત્કારથી કમ નથી. સમાન નામ ધરાવતી બે બાળકીઓ એક જ શાળામાં અભ્યાસ કરે છે અને સમાન ટકા મેળવ્યા છે.