ETV Bharat / state

અમદાવાદના જમાલપુરમાં છે રોટલી બજાર - The roti bazaar is located in Jamalpur, Ahmedabad

વર્કિંગ વુમનથી લઇને નોકરી કરતાં તમામ વર્ગને જેની સૌથી પહેલા જરૂર પડે એ છે રોટલીની. જે બનાવવાનો સૌથી વધુ કંટાળો ટિફિનવાળાઓથી લઇને કેન્ટિનવાળાઓને આવતો હોય છે. જ્યારે લગ્નપ્રસંગે કે કોઇ પાર્ટી ઓર્ડરમાં રોટલી વણવાથી લઇને શેકવા સુધીની પ્રક્રિયા કંટાળાજનક હોય છે. આ કામને અમદાવાદની મહિલાઓએ રોજીનું સાધન બનાવ્યું અને તૈયાર થયું રોટલી બજાર. પરંતુ, આ રોટલી બજારમાં સાદી રોટલી, ફુલકા રોટલી તેમજ જાડી રોટલી સુધીની રોટલી માત્ર 2 રૂપિયામાં મળે છે. એ પણ સવારથી સાંજ સુધી.

amd
અમદાવાદ
author img

By

Published : Mar 20, 2020, 10:19 PM IST

અમદાવાદ : વિશ્વમાં દરેક શહેરનું સ્થાનિક બજાર અને તેમાં મળતી વસ્તુઓને લઇને જગપ્રખ્યાત હોય છે. ક્યારેક આ બજારનું નામ અલગ હોય પણ મળતી ચીજવસ્તુઓ બજારની ઓળખમાં વધારો કરે છે. જેમ કે, સુરતનું પોંક બજાર, લગ્ન માટેના વસ્ત્રો માટે અમદાવાદની રતનપોળ, રાજકોટનું સોની બજાર, જેતપુરનું સાડી બજાર અને મોટા શહેરોમાં ગુજરી બજાર તો હોય જ. જ્યાં અવનવી વેરાઇટી અને વિદેશી આઇટમ દરેકના ખિસ્સાને પરવડે તેવી કિંમતે મળી રહે.

amd
અમદાવાદ

અમદાવાદના મેગામૉલ અને શોપિંગ માર્કેટ આજે પ્રવાસીઓનું ફેવરિટ શોપિંગ પ્લેસ બની રહ્યું છે. જે દરેક બજારની સાથે નાની મોટી ખાણી પીણીની વસ્તુઓ પણ મળી રહે છે. મહાનગરોમાં ફૂડ ફેસ્ટિવલ થાય છે. પણ અમદાવાદમાં જ એક એવું બજાર આવેલું છે જ્યાં સવારથી સાંજ સુધી રોટલીઓ જ બને છે. આ રોટલી તૈયાર સબજી હાઇવેથી લઇને હોટલ સુધી મળે છે. પણ રોટીના ભાવ વિસ્તાર પ્રમાણે જુદા-જુદા હોય છે. પરંતુ, આ રોટલી બજારમાં સાદી રોટલી, ફુલકા રોટલી તેમજ જાડી રોટલી સુધીની રોટલી માત્ર 2 રૂપિયામાં મળે છે. એ પણ સવારથી સાંજ સુધી.

અમદાવાદના જમાલપુરમાં છે રોટલી બજાર

અમદાવાદમાં ક્યાં છે આ રોટી બજાર? અમદાવાદના જમાલપુર બ્રીજ નીચે જગન્નાથ મંદિર પાસે જમાલપુર દરવાજાની સામે રોટલી બજાર આવેલું છે. નાની એવી શેરીમાં ઓટલા પર સવારથી ગરમાગરમ રોટલીઓ શેકાતી હોય છે. આ શેરીમાં પ્રવેશતાં જ ઘી ચોપડેલી રોટલીઓની સુગંધ આવે છે. શેરીમાં વસતા આઠથી દસ પરિવારની બહેનો સવારથી રોટલીઓ બનાવે છે. રોટલી બજારમાંથી પકવેલી રોટલી અમદાવાદના જમાલપુર, કાલુપુર, પાલડી, ભઠ્ઠા, સરસપુર સુધીના નાના મોટા રેસ્ટોરામાં જાય છે. જ્યારે નાની મોટી લારીઓવાળાઓ પણ રોટલી બજારમાંથી રોટલી લઇ જાય છે. તો ક્યારેક પાર્ટી ઓર્ડર મળી રહેતાં જથ્થાબંધ રોટલીઓ પાર્સલ કરી દેવામાં આવે છે.

એક મહિલાથી શરૂ થયેલી આ યાત્રા આજે વિશાળ વેપારમાં પલટાઈ ગઈ છે. આશરે 700 જેટલી મહિલાઓ રોટલી બનાવીને પોતાની આજીવિકા મેળવે છે. જમાલપુર પાસે આવેલા રોટી બજારમાં 250 જેટલી નાનીમોટી બહેનો રોટલી બનાવે છે. સમગ્ર બજારમાં રોજની ઓછામાં ઓછી 4000 રોટલીઓ બને છે. જ્યારે તહેવારોના દિવસોમાં આ આંકડો બમણો થઇ જાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.