ETV Bharat / state

CAની ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ જાહેર, અમદાવાદની શ્રેયા ટિબરવાલે દેશમાં પ્રથમ નંબરે - Ahmedabad News

ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા CA ફાઉન્ડેશન અને ઇન્ટરમીડીએટ 2020માં યોજાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામોમાં અમદાવાદના 6 વિદ્યાર્થીઓએ જવલંત સફળતા મેળવી છે. જેમાં અમદાવાદની શ્રેયા ટિબરવાલે ઓલ ઇન્ડિયામાં પહેલો નંબર મળ્યો છે.

CAની ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ જાહેર,  શ્રેયા ટિબરવાલે દેશમાં પ્રથમ નંબરે

author img

By

Published : Feb 9, 2021, 6:53 PM IST

  • CA ફાઉન્ડેશન અને ઇન્ટરમીડીએટ પરીક્ષાનું પરિણામ જાહેર
  • આ પરિણામોમાં અમદાવાદના 6 વિદ્યાર્થીઓ જવલંત સફળતા મેળવી
  • અમદાવાદની શ્રેયા ટિબરવાલે ઓલ ઇન્ડિયામાં પ્રથમ નંબર મેળવ્યો

અમદાવાદઃ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા CA ફાઉન્ડેશન અને ઇન્ટરમીડીએટ 2020માં યોજાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામોમાં અમદાવાદના 6 વિદ્યાર્થીઓ જવલંત સફળતા મેળવી છે. જેમાં અમદાવાદની શ્રેયા ટિબરવાલે ઓલ ઇન્ડિયામાં પહેલો નંબર મળ્યો છે. શ્રેયા ટિબરવાલે 87.62 ટકા મેળવ્યા છે.

અમદાવાદની વિદ્યાર્થીની શ્રેયા ટિબરવાલે દેશમાં પ્રથમ નંબરે

સી. એ. ઇન્ટરમીડિયેટમાં અમદાવાદની વિદ્યાર્થીની શ્રેયા ટિબરવાલે દેશમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. શ્રેયા સહિત બે અમદાવાદના વિદ્યાર્થીઓ ટોપ 10માં અમદાવાદ સેન્ટરમાંથી ચિરાગ આસવા 7મો, પાર્થ બંસલે 21 મો, 30મો, અને વૈષ્ણવી પંચાલ વિશ્વા અગ્રવાલે 42મો નંબર મેળવીને સફળતા હાંસલ કરી છે. અમદાવાદ સેન્ટરનું જુના કોર્સનું 6.94% અને નવા કોર્સની 32.77 ટકા પરિણામ આવ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓને મેહનત પ્રમાણે સફળતા મળી છે.

CAની ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ જાહેર, શ્રેયા ટિબરવાલે દેશમાં પ્રથમ નંબરે

શ્રેયા ટિબરવાલે CAના વિદ્યાર્થીઓ માટે બની પ્રેરણા રૂપ

જે લોકો CA કરવા માંગે છે. તે લોકો માટે શ્રેયાએ જણાવ્યું, પરીક્ષામાં સફળતા માટે કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ અને તમે જે તૈયારી કરો છો તને લઈ તમારો આત્મવિશ્વાસ મજબૂત હોવો જોઈએ, ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો શ્રેયાના પિતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવાથી તેને અભ્યાસમાં ખૂબ જ ફાયદો મળ્યો છે, ત્યારે શ્રેયાએ કહ્યું કે કોઇપણ પરીક્ષામાં પાસ થવું હોય તો તે માટે પ્લાનિંગ ખૂબ જ જરૂરી છે. જુના પેપરોનો પણ અભ્યાસ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.