અમદાવાદ : હોળીનાં હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં રાજપૂત ક્ષત્રાણીઓએ (Rajput Kshatriyas organized) દ્વારા એક નેચરલ હોળી ઉજવવા માટે ફાગ મહોત્સવનું (Fag Festival) આયોજન કરવામાં આવ્યું.
આ પણ વાંચો : 2000થી વધુ રાજપૂતાણીઓ તલવાર રાસ રમી નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ
વિવિધ રાજ્યની રાજપૂત ક્ષત્રાણીઓ પણ ભાગ લે છે - ફાગ મહોત્સવનું આયોજન કરનાર નિલમ સિસોદિયાએ ETV Bharatને જણાવ્યું હતું કે, જ્યારે મેં આ ઇવેન્ટની શરૂઆત કરી ત્યારે માત્ર 200 જ ક્ષત્રાણીઓએ સામેલ થઈ હતી. આજે અમારી આ ઇવેન્ટનું 5મું વર્ષ છે અને અમારી ઇવેન્ટમાં 4000-5000 રાજપૂત ક્ષત્રાણીઓ ભાગ લે છે. આ ઇવેન્ટમાં માત્ર ગુજરાતની જ નહીં પણ મધ્યપ્રદેશ,(Rajput Kshatrani culture) રાજસ્થાની પણ આ ઇવેન્ટમાં સામેલ થાય છે.
આ પણ વાંચો : ધ્રોલના ભૂચર મોરીમાં 2300 રાજપુતાણીઓએ તલવાર રાસ રમી રચ્યો વર્લ્ડ રેકોર્ડ
ઘરની બહાર જવાની પરવાનગી ન હોવાથી આ ઇવેન્ટ કરી છીએ - વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે રાજપૂત ક્ષત્રાણીઓને બહાર જવાની પરવાનગી મળતી નથી. મોટાભાગે ઘરે જ બધા ઉત્સવ ઉજવવામાં આવે છે. તેથી આ માત્ર રાજપૂત ક્ષત્રાણીઓ સાથે મળીને માત્ર નેચરલ રંગ અને ફુલથી હોળી ઉજવીએ છીએ. સાથે સાથે આ ઇવેન્ટમાં ઘુમર, તલવાર રાસ, (Rajput Sword Ras) ફોક ડાન્સનું પણ આયોજન કરવામાં આવે છે. હાલના સમયમાં કેમિકલયુક્ત રંગો અને પાણીનો બગાડ મોટા પ્રમાણમાં થતો હોય છે. એ દુરુપયોગ ન થાય તે માટે અમે આ નેચરલ હોળીની ઉજવણી કરીએ છીએ.