અમદાવાદઃ અમદાવાદમાં લૉક ડાઉન કડક બનાવતાં હવે આગામી સાત દિવસ સુધી માત્ર દૂધ અને દવાની જ દુકાનો ખુલ્લી રહી શકશે.. મધરાતથી સમગ્ર અમદાવાદને તાળાબંધી કરી દેવામાં આવશે. સાથે જ પોલીસ દ્વારા સમગ્ર અમદાવાદમાં કિલ્લેબંધી કરી દેવામાં આવી છે. કોરોનાને નાથવા આ અત્યંત જરૂરી છે પરંતુ હાલ આ જાહેરાત થતાં જ લોકો સોશિયલ ડિસ્ટન્સની ઐસી કી તૈસી કરીને શાકભાજી, કરિયાણું લેવા ઉમટી પડ્યાં છે. કાલથી બધું બંધ થઇ જવાનું હોઈ લોકો આજે શાકભાજી, કરિયાણું લેવા ઉમટી પડ્યાં છે.
સોશિયલ ડિસ્ટન્સના ચીંથરા ઉડ્યાં, આખું શહેર કરિયાણું અને શાકભાજી લેવા ઉમટ્યું - અમદાવાદ લૉક ડાઉન
અમદાવાદમાં આવતીકાલથી 15 મે સુધી સંપૂર્ણ લૉક ડાઉનનું સખ્તાઈથી પાલન કરાવવાની તંત્રે તૈયારી કરી લીધી છે. ત્યારે શાકભાજી અને કરિયાણાં દુકાનો પણ બંધ કરાવવાની હોવાથી આખું અમદાવાદ રસ્તા પર ઊતરી આવી ખરીદીમાં મચી પડ્યું છે.