- કોરોનાની ચેઇન બ્રેક કરવા માધોપુરા બજાર બંધ
- વેપારીઓએ શનિવાર અને રવિવારે બજાર બંધ રાખવાનો કર્યો નિર્ણય
- બજારમાં 400-500 દુકાનો બંધ રહેશે
અમદાવાદ : શહેરમાં કોટ વિસ્તારમાં આવેલા માધોપુરા બજારનું વિશેષ મહત્વ છે. અહીં હોલસેલ ભાવે તમામ ઘર વપરાશની વસ્તુઓ કરિયાણું સસ્તા ભાવે મળી રહે છે. કાયમ ભીડ સાથે ધમધમતું બજાર શનિવારે અને રવિવારે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં 400-500 જેટલી દુકાનો છે. હંમેશ દિવસ-રાત અહીં લોકો ખરીદી માટે આવતા હોય છે.
ગત શનિવારે અને રવિવારે નવા માધોપુરા બજાર પણ બંધ રહ્યું હતું. આ બજાર વિશેષ મરી-મસાલા માટે જાણીતું છે. આ ઉપરાંત અગાઉ સાયન્સ સિટી વિસ્તારના વેપારીઓ, માણેકચોકના વેપારીઓ અને અન્ય વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખી કોરોના સામે લડવા સહાયક બન્યા હતા.
આ પણ વાંચો : ગણદેવી ટાઉનમાં સ્વૈચ્છિક લોકડાઉનમાં બજારોમાં સજ્જડ બંધ