- અમદાવાદ માટે રાત્રિ કરફ્યૂ અંગે પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ
- 7 ડિસેમ્બર સુધી રહેશે રાત્રિ કરફ્યૂ
- પોલીસ કરાવશે કડક અમલીકરણ
અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે ચાર મહાનગરોમાં અચોક્કસ મુદ્દત માટે રાત્રિ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
કોને કોને કરફ્યૂમાંથી મળશે મુક્તિ?
- જાહેર ઉપયોગીતા જેવી કે પેટ્રોલિયમ, પાણી, સ્વચ્છતા સહિતની સેવાઓ, વીજ ઉત્પાદન, ટેલિકોમ્યુનિકેશન સર્વિસ, રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર, પ્રારંભિક ચેતવણી એજન્સી
- પોલીસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, ફાયર એન્ડ ઇમરજન્સી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મ્યુનિસિપલ કોર્પોરેશનની આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકો
- તમામ તબીબી સેવાઓ, મેડિકલ સ્ટોર, ઇકોમર્સ દ્વારા ફાર્માસ્યુટિકલ હોમ ડિલિવરી
- દૂધ વિતરણ
- ઇલેક્ટ્રીક મીડિયા અને પ્રિન્ટ મીડિયા
- ખાનગી સિક્યુરિટી સેવા
- આવશ્યક ચીઝ વસ્તુઓના ઉત્પાદન કરતા એકમો
- અંતિમ સંસ્કારમાં 20 જેટલા લોકો ભેગા થઈ શકશે
- રેલવે અને એરપોર્ટ પર માલસમાનની હેરફેરની માટેની પ્રવૃતિઓ
- પ્રવાસીઓ માટે ટેક્ષી અને કેબ સેવા
- ATM ઓપરેશન અને રોકડ વ્યવસ્થાપન એજન્સીઓ
- તમામ માલ સમાનનું પરિવહન
- સરકારના સુધારા અદેશોના અધિન અપવાદો
- પોલીસ કમિશનર દ્વારા પરવાનગી આપેલા વ્યક્તિઓ
- તમામ બાબતોમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક તેમજ કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.
આ સિવાયના કોઈ પણ વ્યક્તિ કરફ્યૂના સમય દરમિયાન રહેણાંકની બહાર ન આવી શકે, જાહેર માર્ગ, શેરી ગલી કે જાહેર જગ્યાએ આવી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ આ જાહેરનામનો ભંગ કરશે તો તેની સામે કલમ 188 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.