- અરજદાર દ્વારા હાઇકોર્ટમાં અરજન્ટ સુનાવણીની કરાઈ માંગણી
- કોંગ્રેસના 14 ફોર્મ રદ્દ કરવાની પ્રક્રિયા ચૂંટણીના કાયદાકીય નિયમોથી વિરુદ્ધ
- પહેલા ફોર્મ સ્વીકારીને બપોરે અચાનક ફોર્મ રદ્દ કરવાની પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ
અમદાવાદ : બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના 14 ફોર્મ રદ્દ કરવાનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો છે. આ મામલે અરજદાર દ્વારા હાઇકોર્ટમાં અરજન્ટ સુનાવણીની માંગણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના 14 ફોર્મ રદ્દ કરવાની પ્રક્રિયા ચૂંટણીના કાયદાકીય નિયમોથી વિરુદ્ધ હોવાનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો હતો.
ઇલેક્શન ઓફિસરે સમરી ઇન્કવાયરી અને ઉમેદવારને સાંભળવાની પ્રક્રિયા ન કરી
ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ઇલેક્શન ઓફિસર દ્વારા પહેલા તમામ 18 ફોર્મ સ્વીકારી લેવાયા આવ્યા હતા. જે બાદ ફોર્મ રદ્દ કરી દેવામાં આવ્યા છે અને ઇલેક્શન ઓફિસર દ્વારા સમરી ઇન્કવાયરી અને ઉમેદવારને સાંભળવાની પ્રક્રિયા પણ કરવામાં આવી ન હતી. પહેલા ફોર્મ સ્વીકારીને બપોરે અચાનક ફોર્મ રદ્દ કરવાની પ્રક્રિયા પર પણ સવાલ ઉઠાવ્યાં હતાં.