ETV Bharat / state

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ 28 મેએ મળશે: બોર્ડે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર - ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ માર્કશીટનું વિતરણ 28મી મે ના રોજ કરવામાં આવશે. તો બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના અને વાલીઓના માર્ગદર્શન માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

standard-12 science
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ
author img

By

Published : May 22, 2020, 12:20 PM IST

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે જે દિવસે પરિણામ જાહેર કરવામાં આવે તે જ દિવસે બપોરે દરેક વિદ્યાર્થીઓને માર્કશીટ આપી દેવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ વિતરણ 28 મી મે ના રોજ કરવામાં આવશે. આ વખતે બોર્ડ દ્વારા જિલ્લાવાર નહીં, પરંતુ તાલુકાવાર માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. શાળાઓ દ્વારા પણ માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ જેવા જરૂરી પગલાં ભરીને વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.

standard-12 science
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં સંપન્ન કરવામાં આવેલી બોર્ડની પરીક્ષાઓમાં વાલીઓ, વિદ્યાર્થીઓને અને આચાર્યોને મૂંઝવતા પ્રશ્નો માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે. આ નંબર પર ધોરણ-10 અને ધોરણ-12 તેમજ ગુજકેટ આપનારા વિદ્યાર્થીઓ સવારે 10:30 થી સાંજના 6:30 દરમ્યાન ફોન કરીને માહિતી મેળવી શકશે. આ ઉપરાંત કોરોના વાયરસને કારણે ટપાલ વ્યવહાર બંધ હોવાથી સાથે ઈ-મેઇલ આઇડી પણ આપવામાં આવેલ છે. જેની પર પ્રશ્નો કરી શકાશે અને રીપ્લાયમાં તમને ઇ-મેઈલ મળશે.

standard-12 science
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ
ધોરણ-10હેલ્પલાઇન-6359418988ઇ-મેઈલ-gshsebexamssc@gmail.comધોરણ-12 અને ગુજકેટ :હેલ્પલાઇન-7567918968ઇ-મેઈલ-gshsebexamscience@gmail.comધોરણ-12 સામાન્ય પ્રવાહ :હેલ્પલાઇન-7567918938ઇ-મેઈલ : gshsebexamgeneral@gmail.com

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.