આ અંગે અમદાવાદના પત્રકારોએ પણ જિલ્લા કલેક્ટર તેમજ શહેર પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલા હુમલાને પત્રકાર જગતે વખોડી કાઢ્યો છે. આ મામલે રાજ્યભરમાં વિરોધ દર્શાવવામાં આવ્યો છે, ત્યારે રાજ્યભરમાં પત્રકારોને ન્યાય મળે તે માટે સમગ્ર જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપીને રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો.
પત્રકારો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં પત્રકાર પર થયેલા લાઠીચાર્જ અંગે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવામાં આવે તેમજ આ પ્રકારનો બનાવ ફરી ક્યારેય બને નહીં તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ અંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર અને શહેર પોલીસ કમિશનર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.