ETV Bharat / state

દાગીનાની ચોરી કરતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી

author img

By

Published : Aug 8, 2021, 2:15 PM IST

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને હાથે સાતીર ગેંગ ઝડપાઇ ચુકી છે. એક જ પરિવારની ગેંગ શહેરના વિવિધ જવેલર્સ શો રૂમમાં પોહચતી અને સોનાની ખરીદીના બહાને શો રૂમના માલિકની નજર ચૂકવીને ચોરીને અંજામ આપતી હતી. જે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી રામોલ પોલીસ સ્ટેશનની હદમાં બનેલ ચોરીના ગુનાના ભેદ ઉકેલી નાખ્યા હતા.

દાગીનાની ચોરી કરતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડીદાગીનાની ચોરી કરતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી
દાગીનાની ચોરી કરતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી
  • ક્રાઇમ બ્રાન્ચે જવેલર્સ શો રૂમમાં ચોરી કરતી ગેંગ ઝડપી
  • એક જ પરિવારના સભ્યો ગેંગ બનાવી ચોરી કરતા
  • સીસીટીવી ના આધારે આરોપીઓની ધરપકડ કરાઈ
  • દુકાનદારની નજર ચૂકવીને આરોપીઓ ચોરીને અંજામ આપતા

અમદાવાદ: શહેરમાં સોનીની દુકાનમાં ખરીદીના બહાને જઈ દુકાનદારની નજર ચૂકવીને સોનાના દાગીનાની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. જેમાં આ ગેંગની ચાર મહિલા તથા એક પુરુષની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે. આ સાથે જ પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના તથા રીક્ષા મળી કુલ 4.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં રામોલમાં એક જ દિવસમાં બે દુકાનમાં ચોરી ઘટનામાં 31મી જુલાઈએ રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સોનીની બે દુકાનોમાં ખરીદીના બહાને આવેલી મહિલાઓએ દુકાનદારની નજર ચૂકવીને દાગીનાની ચોરી કરી હતી. એક જ દિવસમાં નજીકના સમયમાં ચોરીનો બનાવ બનતા શહેર ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: સુરત : માવો ખવડાવવા જતા વેપારીનું એક્ટિવા ચોરાયું, ડીકીમાં 30 લાખના હીરા હતા

ચોરી કરનારી મહિલા એક જ હોવાનું સામે આવ્યું

જેમાં પોલીસે બંને દુકાનની મુલાકાત લઈને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં ચોરી કરનારી મહિલા એક જ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સીસીટીવી તથા ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીની મદદથી આરોપીઓ શહેરમાં દાગીના વેચવા જતા હોવાનું જાણ્યું. પોલીસે બાતમીના આધારે રીક્ષાને અટકાવી હતી અને તેમની પાસેથી રૂ.2.95 લાખની કિંમતનું સોનુ અને 1.50 લાખની કિંમતની રીક્ષા મળી કુલ રૂ.4.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ પણ વાંચો: Agra Robbery: આગ્રામાં થઈ 17 કિલો સોનાની લૂંટ, 3 કલાકમાં થયો ખુલાસો

દુકાનોમાંથી સોનાની ચોરી કરી હોવાનું કબૂલ કર્યું

આરોપીઓની પૂછપરછ કરતા તેમણે બંને સોનીની દુકાનોમાંથી સોનાની ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું. આરોપીઓની ધરકપડક બાદ પોલીસે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી બે મહિલાઓ અગાઉ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પણ પકડાયેલી હોવાનું જાણવા મળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.