અમદાવાદઃ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે. જેમાં શનિવારે સવારે 8 વાગ્યે તેમના ઝૂપડા તોડી પાડવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે ગાંધીનગર મહાત્મા મંદિર પાછળ છેલ્લા 30 વર્ષથી લોકો ઝૂપડા બાંધી ત્યાં રહી રહ્યા છે. હાઈકોર્ટે અગાઉના નિર્દેશમાં તેમના માટે રહેવાની વૈકલ્પીક સુવિધા કરવાનો આદેશ કર્યો હતો. જો કે નગરપાલિકા દ્વારા આ પ્રકારની કોઇ સુવિધા ન કરાતા અને ઘર તોડી પાડવાની નોટિસ જાહેર કરતા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.