સિનેમા ઘરમાં જાહેરાત ચલાવવાની માંગ કરતી જાહેરહિતની અરજી ગુરુવારે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી જે મુદ્દે ચીફ જસ્ટીસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે કેન્દ્ર સરકાર સહિત 6 પક્ષકાર પાસેથી આ મામલે ખુલાસો માંગ્યો છે.
બાળકો અને મહિલાઓ સાથે છેડતી, દુષ્કર્મ અને જાતીય સતામણીના કેસ વધતા આ પ્રકારની જાહેરાત સિનેમા ઘરમાં ખાસ કરીને ફિલ્મ ઈન્ટરવલ અને અંતમાં દર્શાવવા બાબતે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડાને ટાંકીને કહ્યું છે કે, સ્થિતિ દિવસે અને દિવસે વણસી રહી છે ત્યારે આ મુદ્દે જાગૃતા ફેલાવવા માટે ખાસ પગલા લેવાની જરૂર છે. આ એક્ટ હેઠળ જાગૃતા ફેલાવવાની જવાબદારી રાષ્ટ્રીય બાળ અધિકાર વિભાગ અને કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની છે.
અરજદારે માંગ કરી છે કે, સિનેમા અને ફિલ્મની સાથે સાથે રેડિયો, ટીવી સહિત અનેક માધ્યથી પ્રયાર કરવામાં આવવો જોઈએ. આ બાબત સમગ્ર ભારતને લાગુ પડે છે એટલા માટે સ્થાનિક ભાષામાં પ્રયાર-પ્રસાર કરવામાં આવે જેથી વધુ લોકો સુધી આ વાત પહોંચાડી શકાય. હાઈકોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે અને આ મામલે વધુ સુનાવણી અગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.