ETV Bharat / state

ઓખા નગરપાલિકા ચૂંટણી મુદ્દે કાર્યવાહી કરવા હાઈકોર્ટે તમામ પક્ષકારોને 4 સપ્તાહનો સમય આપ્યો - High Court

અમદાવાદઃ  દેવભૂમિ દ્વારકાની ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 5 ઉમેદવારોએ ખોટી એફિડેવિટ કરી હતી. જેને લઈને તેમની સામે FIR  નોંધાવામાં આવી હતી. ત્યારબાદ 5 ઉમેદવારોને ગેરલાયક ઠેરવીને કલમ 37(1) મુજબ કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. જેમાં હાઈકોર્ટે તંત્રને ઉમેદવારો સામે કાર્યવાહી કરવાના આદેશ કર્યા હતા.

ઓખા નગરપાલિકા ચૂંટણી મુદ્દે કાર્યવાહી કરવા હાઇકોર્ટે તમામ પક્ષકારોને 4 સપ્તાહનો સમય આપ્યો
author img

By

Published : Aug 1, 2019, 11:13 PM IST

ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 5 ઉમેદવારોએ ખોટી એફિડેવિટ કરી હોવાના કેસમાં FIR કરાઈ હતી. ત્યારબાદ હાઇકોર્ટે તંત્રને આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન થતાં અરજદારે હાઈકોર્ટમાં ફરીવાર જાહેરહિતની અરજી કરી હતી. જેની સુનાવણી થતાં હાઈ કોર્ટે 4 અઠવાડિયામાં કાયદેસરની કાર્યવાહી કરવાનો હુકમ કર્યો હતો. તેમજ કેસને લઇને તંત્રએ દાખવેલી નિષ્ક્રિયતા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી..

અરજદારના વકીલ જીતેન્દ્ર મલકાનએ જણાવ્યું હતું કે,"19 ફેબ્રુઆરીના રોજ અરજી કરી હોવાં છતાં ઓગસ્ટ મહિના સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેથી અરજદારને પાંચેય ઉમેદવારો વિરુદ્ધ અલગ-અલગ 5 પીટીશનો કરવાની ફરજ પડી હતી. ગુરૂવારના રોજ કરાયેલી સુનાવણીમાં નામદાર હાઈકોર્ટે આરોપી વિરુદ્ધમાં જે કાઈ કાર્યવાહી કરવાની છે તે 4 અઠવાડીયમાં પૂરી કરવાનો આદેશ કર્યો છે.

Intro:દેવભૂમિ દ્વારકાની ઓખા નગરપાલિકાની ચુંટણીના કેસ મામલે ગુરુવારે તમામની સામે 4 અઠવાડીયામાં યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કર્યો છે..

Body:આ કેસની વીગત એવી છે કે દેવભૂમિ દ્વારકાની ઓખા નગરપાલિકા ની સામાન્ય ચુંટણી માં 5 ઉમેદવારોએ ખોટી એફિડેવિટ કરી હતી.. જેને લઈને તેમની સામે એફઆઈઆર પણ નોધાવામા આવી હતી અને ત્યારબાદ 5 ઉમેદવારો ને ગેરલાયક ઠેરવવાના મુદે fir નોંધાયા બાદ તેમને ગેરલાયક ઠેરવવા માટેની કલમ 37(1) મુજબ કાર્યવાહી કરવા માટે હાઈ કોર્ટમાં અરજી કરાઈ હતી.. જેમાં હાઈકોર્ટે સરકારને ઉમેદવારો સામે કાર્યવાહી કરવાના આદેશ કર્યા હતા..

હાઈકોર્ટના આદેશ બાદ પણ સરકારે યોગ્ય પગલાં ના ભરતા અરજદારે હાઈ કોર્ટમાં કરી ફરીવાર જાહેર હિતની અરજી કરી જેના પર સુનાવણી થતા હાઈ કોર્ટે 4 અઠવાડિયામાં કાયદેસરની કાર્યવાહી કરવા ફરીવાર હુકમ કર્યો છે.. અને કોઈ કાર્યવાહી ન કરાતા નારાજગી પણ વયક્તી કરી હતી..

Conclusion:અરજદારના વકીલ જીતેન્દ્ર મલકાનીએ વધુમાં જણાવ્યુ હતુ કે ફેબ્રુઆરી19માં અરજી કરી હોવા છતા ઓગસ્ટ મહિના સુધી કોઈ જ કાર્યવાહી ન કરવામા આવતા અરજદારે પાંચેય ઉમેદવારો વિરુદ્ધ અલગ અલગ 5 પીટીશનો કરવાની ફરડ પડી તણે કરી અને તે સુનાવણીમાં નામદાર હાઈકોર્ટે આજે એવો હુકમ કર્યો છે કે તેમના વિરુદ્ધમાં જે કાઈ કાર્યવાહી કરવાની છે તે કાર્યવાહી 4 અઠવાડીયમાં પુરી કરો તેવો સરકારને આદેશ કર્યો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.