ETV Bharat / state

ફેમિલી કોર્ટના પૂર્વ જજનો પગાર વધારો રદ્દ કરવાનો આદેશ હાઇકોર્ટે રદ્દ કર્યો - જુનાગઢ શેસન્સ કોર્ટ

સ્ટેનોગ્રાફર પાસેથી જજમેન્ટ લખાવી ચુકાદો આપવા મુદ્દે થયેલી નનામી અરજીના આધારે હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટિએ તપાસ બાદ અમદાવાદ ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ જે. એમ. પરીખનો બે વર્ષ સુધીનો પગાર વધારો રદ્દ કરવાના આદેશને પડકારતી અરજીને માન્ય રાખતા હાઇકોર્ટે નિવૃત ફેમેલી કોર્ટના પ્રિન્સિપાલ જજ વિરૂદ્ધ જો કોઈ પેનલ્ટી ન હોય તમામ બાકી લાભ આપવાનો આદેશ કર્યો હતો.

the-high-court-cancelled-order-of-the-salary-increase-of-the-former-judge-of-the-family-court
ફેમિલી કોર્ટના પૂર્વ જજનો પગાર વધારો રદ્દ કરવાનો આદેશ હાઇકોર્ટે રદ્દ કર્યો
author img

By

Published : Jan 29, 2020, 11:26 PM IST

અમદાવાદઃ હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદામાં નોંધ્યું હતું કે, હાઇકોર્ટની તપાસ કમિટીને પણ કેસમાં ગંભીર પ્રકારના પુરાવા મળી આવ્યા નથી. હાઈકોર્ટે ફેમિલી કોટના પૂર્વ પ્રિન્સિપાલ જજ એ. જે. પરીખના કામગીરીના રેકોર્ડની પણ નોંધ લીધી હતી. જેમાં તેમને સર્વ શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ પણ મળ્યા છે, ત્યારે માત્ર બે સાક્ષીઓની જુબાની આધારે સમગ્ર કેસને માની શકાય નહીં.

ફેમિલી કોર્ટના પૂર્વ જજનો પગાર વધારો રદ્દ કરવાનો આદેશ હાઇકોર્ટે રદ્દ કર્યો

હાઇકોર્ટની સ્ટેન્ડિંગ કમિટિના બે વર્ષ સુધી ઈન્ક્રિમેન્ટ ન આપવાના આદેશને પ્રિન્સિપાલ જજ દ્વારા સપ્ટેમ્બર 2018માં હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટિએ ચેમ્બર કમિટિની ભલામણના આધારે પ્રિન્સિપાલ જજ એ. જે. એમ પરીખ વિરૂદ્ધ પગલા લીધા હતા. જેમાં બે વર્ષ સુધી પગારમાં વધારો ન કરવાની કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જજે હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટિના આદેશને હાઈકોર્ટમાં ગત સપ્ટેમ્બર 2018માં પડકારયો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રિન્સિપાલ જજ પરીખ ગત નવેમ્બર મહિનામાં નિવૃત થઈ ચૂક્યા છે

પ્રિન્સિપાલ જજ પરીખ પર આક્ષેપ છે કે, વર્ષ 2011-12માં જ્યારે તેઓ જ્યારે જુનાગઢના કોર્ટના ચીફ જજ હતા. તેમણે પોતાના સ્ટેનોગ્રાફર પાસેથી જજમેન્ટ લખાવતા અને તેને વાંચી સંભળાવતા હતા, અને તેને લઈને થયેલી નનામી અરજીના આધારે જજ વિરૂદ્ધ હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા પગલા લેવામાં આવ્યા હતા. પરીખ વિરૂદ્ધ ફરિયાદ અરજીમાં 4 અલગ અલગ આક્ષેપ કરવામાં આવ્યા હતા. જો કે, સ્ટેડિંગ કમિટિએ તપાસમાં જજને સ્ટેનોગ્રાફર પાસે જજમેન્ટ લખાવી અને તેને વાંચવાના આરોપમાં દોષિત સાબિત કર્યા હતા. જજને કોઈ જ પ્રકારનો ઈન્ક્રિમેન્ટ ન આપવા મુદ્દે હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટિએ રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો. બાદમાં 27મી જુલાઈ 2017થી આદેશને અમલમાં મૂકાયો હતો.

ઉલ્લેખનીય છે કે, પરીખ જ્યારે જુનાગઢ શેસન્સ કોર્ટના પ્રિન્સિપાલ જજ હતા, ત્યારે તેમની વિરૂદ્ધ અનેક ફરિયાદ કરવામાં આવી હતી. ઘણા સ્ટાફના કર્મચારીઓએ ટ્રાન્સફર અને વીઆરએસની માગ કરવામાં આવી હતી.

Intro:સ્ટેનોગ્રાફર પાસેથી જજમેન્ટ લખાવી ચુકાદો આપવા મુદે થયેલી નનામી અરજીના આધારે હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટિએ તપાસ બાદ અમદાવાદ ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ જે.એમ પરીખનો બે વર્ષ સુધીનો પગાર વધારો રદ કરવાના આદેશને પડકારતી અરજીને માન્ય રાખતા હાઇકોર્ટે નિવૃત ફેમેલી કોર્ટના પ્રિન્સિપાલ જજ વિરુદ્ધ જો કોઈ પેનલ્ટી ન હોય તમામ બાકી લાભ આપવાનો આદેશ કર્યો હતો.Body:હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદામાં નોંધ્યું હતું કે હાઇકોર્ટ ની તપાસ કમિટી ને પણ કેસમાં ગંભીર પ્રકારના પુરાવા મળી આવ્યા નથી. હાઈકોર્ટે ફેમિલી કોટના પૂર્વ પ્રિન્સિપાલ જજ એ.જે. પરીખના કામગીરીના રેકોર્ડની પણ નોંધ લીધી હતી. જેમાં તેમને સર્વ શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ પણ મળ્યા છે ત્યારે માત્ર બે સાક્ષીઓની જુબાની આધારે સમગ્ર કેસને માની શકાય નહિ.

હાઇકોર્ટની સ્ટેન્ડિંગ કમિટિના બે વર્ષ સુધી ઈન્ક્રિમેન્ટ ન આપવાના આદેશને પ્રિન્સિપાલ જજ દ્વારા સપ્ટેમ્બર 2018માં હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટિએ ચેમ્બર કમિટિની ભલામણના આધારે પ્રિન્સિપાલ જજ જ.એમ પરીખ વિરૂધ પગલા લીધા હતા જેમાં બે વર્ષ સુધી પગારમાં વધારો ન કરવાની કેન્દ્ર સરકારને રજુઆત કરવામાં આવી હતી. જજે હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટિના આદેશને હાઈકોર્ટમાં ગત સપ્ટેમ્બર 2018માં પડકારયો હતો. ઉલ્લેખનીય છે કે પ્રિન્સિપાલ જજ પરીખ ગત નવેમ્બર મહિનામાં નિવૃત થઈ ચૂક્યા છે

પ્રિન્સિપાલ જજ પરીખ પર આક્ષેપ છે કે વર્ષ 2011-12માં જ્યારે તેઓ જયારે જુનાગઢના કોર્ટના ચીફ જજ હતા ત્યારે તેમણે પોતાના સ્ટેનોગ્રાફર પાસેથી જજમેન્ટ લખાવતા અને તેને વાંચી સંભળાવતા હતા અને તેને લઈને થયેલી નનામી અરજીના આધારે જજ વિરૂધ હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા પગલા લેવામાં આવ્યા હતા...પરીખ વિરૂધ ફરિયાદ અરજીમાં 4 અલગ અલગ આક્ષેપ કરવામાં આવ્યા હતા જોકે સ્ટેડિંગ કમિટિએ તપાસમાં જજને સ્ટેનોગ્રાફર પાસે જજમેન્ટ લખાવી અને તેને વાંચવાના આરોપમાં દોષિત સાબિત કર્યા હતા.... જજને કોઈ જ પ્રકારનો ઈન્ક્રિમેન્ટ ન આપવા મુદે હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટિએ રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો જ્યારબાદ 27મી જુલાઈ 2017થી આદેશને અમલમાં મૂકાયો હતો....Conclusion:એટલું જ નહિ પરીખ જ્યારે જુનાગઢ શેસન્સ કોર્ટના પ્રિન્સિપાલ જજ હતા ત્યારે તેમની વિરૂધ અનેક ફરિયાદ કરવામાં આવી હતી..ઘણા સ્ટાફના કર્મચારીઓએ ટ્રાન્સફર અને વીઆરએસની માંગ પણ કરી હતી..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.