ETV Bharat / state

હાઇકોર્ટે ટુના બંદર પરથી પશુઓની નિકાસ પર પ્રતિબંધ અંગેના સરકારના જાહેરનામાને રદ કર્યો - High Court

અમદાવાદ: રાજ્ય સરકારને એક ઝાટકા રૂપ ચુકાદામાં ગુજરાત હાઇકોર્ટે ટુના પોર્ટ પરથી જીવંત પશુઓની નિકાસ પર પ્રતિબંધ ફરમાવતાં જાહેરનામાને રદ કર્યો છે. હાઇકોર્ટના જસ્ટિસ હર્ષા દેવાણી અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની ખંડપીઠે એક સિમાચિહ્ન રૂપ ચુકાદામાં રાજ્ય સરકારની ટીકા કરતાં નોંધ્યું હતું કે, ‘ટુના પોર્ટ પરથી જીવંત પશુઓની નિકાસ પર આડકતરી રીતે પ્રતિબંધ મુકવાનો સરકારનો આશય સત્તાનો દુરુપયોગ છે.’

ફાઈલ ફોટો
author img

By

Published : Apr 12, 2019, 1:00 AM IST

એટલું જ નહીં આ નિર્ણયથી કચ્છ જિલ્લાના ટુના પોર્ટ પરથી થતી નિકાસ અને રાજ્યના અન્ય જિલ્લાઓથી થતી નિકાસ વચ્ચે ભેદભાવ થતો હોઇ એ બંધારણના અનુચ્છેદ 14 હેઠળ મળેલાં સમાનતાના અધિકારનો પણ ભંગ છે. પરિણામે અરજદારોની અરજીને માન્ય રાખવામાં આવે છે અને રાજ્ય સરકારના ગુજરાત એસેન્શિયલ કોમોડિટિઝ એન્ડ કેટલ(કંટ્રોલ)ના કાયદા મુજબના જાહેરનામા, કચ્છના સુપ્રિન્ટેન્ડન્ટને ગૃહ વિભાગ તથા કસ્ટમ્સના કમિશ્નરને પશુપાલન વિભાગના ડિરેક્ટર તરફથી પાઠવવામાં આવેલાં પત્રોને રદબાતલ ઠેરવવામાં આવે છે.’

આ સમગ્ર મામલે જીવંત પશુઓની નિકાસના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રિશા ઓવરસિઝ એન્ટરપ્રાઇઝ પ્રા.લિ. સહિતના એકમોએ હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન કરી હતી. જેમાં ટુના પોર્ટ પરથી જીવંત પશુઓની નિકાલને પ્રતિબંધિત કરતાં સરકારના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. રિટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે,‘૧૪-૧૨-૧૮ના રોજ રાજ્યના મુખ્યપ્રધાને એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું હતું કે, ટુના પોર્ટ પરથી થતી જીવંત પશુઓની નિકાસ પર રાજ્ય સરકાર પ્રતિબંધ મૂકશે.

આ જાહેરાતના દિવસે જ ગુજરાત એસેન્શિયલ કોમોડિટિઝ એન્ડ કેટલ(કંટ્રોલ) એક્ટની જોગવાઇઓ હેઠળ પશુઓની હેરફેર પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. એ જ દિવેસ સરકારના પશુપાલન વિભાગે જીવંત પશુઓના હેલ્થ ચેકઅપની સુવિધાને પરત ખેંચી લેવા કસ્ટમ્સના કમિશ્નરને જાણ કરી હતી. તે ઉપરાંત જ્યાં સુધી પશુઓના ચેપ-રોગની ચકાસણી અને તેના સર્ટિફિકેશનની સુવિધા કેન્દ્રના પશુપાલન વિભાગ દ્વારા ઊભી કરવામાં ન આવે ત્યાં સુધી ટુરા અને કંડલા પોર્ટથી જીવંત પશુઓની નિકાસ પર પ્રતિબંધ મુકવાનો આદેશ પણ કસ્ટમ્સના કમિશ્નરને આપવામાં આવ્યો હતો.

વધુમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે,‘૧૪-૧૨-૧૮ના દિવસે જ કચ્છના સુપ્રિન્ટેન્ડન્ટને ગૃહ વિભાગે એક પત્ર લખીને પશુઓની હેરફેર ઉપર કડક નજર રાખવાની તાકીદ પણ કરી હતી. આ જાહેરનામા અને પત્રોના પગલે ટુના પોર્ટ પરથી જીવંત પશુઓની નિકાસ અટકી પડતાં તેમને રદબાતલ કરવામાં આવે. જેથી અઆઝાદી પહેલાંથી જીવંત પશુઓની નિકાસનો વ્યવસાય કરી રહેલાં નિકાસકારોને ન્યાય મળે અને તેમના અધિકારોનું રક્ષણ થાય. રાજ્ય સરકારના જાહેરનામાને ગેરકાયદેસર, ગંરબંધારણીય અને મૂળભૂત અધિકારોનો ભંગ કરનારો ઠેરવવામાં આવે.’

આ મામલે રાજ્ય સરકારે પશુઓના રોગ-ચેપની ચકાસણીનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. જેમાં હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે,‘જીવંત પશુઓની આયાત કરનારા દેશમાં પશુઓના ચેપ-રોગની ચકાસણી ફરજિયાત ન હોય ત્યારે રાજ્ય સરકાર કે જેને આયાત-નિકાસની નીતિથી કોઇ સંબંધ જ નથી તે તેને ફરજિયાત કરી શકે નહીં.’ રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં જવા માટે છ સપ્તાહનો સ્ટે માંગવામાં આવ્યો હતો, પરંતુ હાઇકોર્ટે એ માંગ પણ ફગાવી કાઢી હતી.

R_GJ_AHD_16_11_APRIL_2019_HC_TUNA_BANDAR_PASHU_NIKAS_JAHERNAMO_HC_RAD_KRYO_PHOTO STORY_AAQUUB CHHIPA_AHMD

હેડિંગ - હાઇકોર્ટે ટુના બંદર પરથી પશુઓની નિકાસ પર પ્રતિબંધ અંગેના સરકારના જાહેરનામાને રદ કર્યો.

રાજ્ય સરકારને એક ઝાટકા રૂપ ચુકાદામાં ગુજરાત હાઇકોર્ટે ટુના પોર્ટ પરથી જીવંત પશુઓની નિકાસ પર પ્રતિબંધ ફરમાવતાં જાહેરનામાને રદ કર્યો છે. હાઇકોર્ટના જસ્ટિસ હર્ષા દેવાણી અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની ખંડપીઠે એક સિમાચિહ્ન રૂપ ચુકાદામાં રાજ્ય સરકારની ટીકા કરતાં નોંધ્યું હતું કે,‘ટુના પોર્ટ પરથી જીવંત પશુઓની નિકાસ પર આડકતરી રીતે પ્રતિબંધ મુકવાનો સરકારનો આશય સત્તાનો દુરુપયોગ છે. 

એટલું જ નહીં આ નિર્ણયથી કચ્છ જિલ્લાના ટુના પોર્ટ પરથી થતી નિકાસ અને રાજ્યના અન્ય જિલ્લાઓથી થતી નિકાસ વચ્ચે ભેદભાવ થતો હોઇ એ બંધારણના અનુચ્છેદ 14 હેઠળ મળેલાં સમાનતાના અધિકારનો પણ ભંગ છે. પરિણામે અરજદારોની અરજીને માન્ય રાખવામાં આવે છે અને રાજ્ય સરકારના ગુજરાત એસેન્શિયલ કોમોડિટિઝ એન્ડ કેટલ(કંટ્રોલ)ના કાયદા મુજબના જાહેરનામા, કચ્છના સુપ્રિન્ટેન્ડન્ટને ગૃહ વિભાગ તથા કસ્ટમ્સના કમિશ્નરને પશુપાલન વિભાગના ડિરેક્ટર તરફથી પાઠવવામાં આવેલાં પત્રોને રદબાતલ ઠેરવવામાં આવે છે.’ 

આ સમગ્ર મામલે જીવંત પશુઓની નિકાસના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રિશા ઓવરસિઝ એન્ટરપ્રાઇઝ પ્રા.લિ. સહિતના એકમોએ હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન કરી હતી. જેમાં ટુના પોર્ટ પરથી જીવંત પશુઓની નિકાલને પ્રતિબંધિત કરતાં સરકારના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. રિટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે,‘૧૪-૧૨-૧૮ના રોજ રાજ્યના મુખ્યમંત્રીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું હતું કે ટુના પોર્ટ પરથી થતી જીવંત પશુઓની નિકાસ પર રાજ્ય સરકાર પ્રતિબંધ મૂકશે. આ જાહેરાતના દિવસે જ ગુજરાત એસેન્શિયલ કોમોડિટિઝ એન્ડ કેટલ(કંટ્રોલ) એક્ટની જોગવાઇઓ હેઠળ પશુઓની હેરફેર પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. એ જ દિવેસ સરકારના પશુપાલન વિભાગે જીવંત પશુઓના હેલ્થ ચેકઅપની સુવિધાને પરત ખેંચી લેવા કસ્ટમ્સના કમિશ્નરને જાણ કરી હતી. તે ઉપરાંત જ્યાં સુધી પશુઓના ચેપ-રોગની ચકાસણી અને તેના સર્ટિફિકેશનની સુવિધા કેન્દ્રના પશુપાલન વિભાગ દ્વારા ઊભી કરવામાં ન આવે ત્યાં સુધી ટુરા અને કંડલા પોર્ટથી જીવંત પશુઓની નિકાસ પર પ્રતિબંધ મુકવાનો આદેશ પણ કસ્ટમ્સના કમિશ્નરને આપવામાં આવ્યો હતો.’ 

વધુમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે,‘૧૪-૧૨-૧૮ના દિવસે જ કચ્છના સુપ્રિન્ટેન્ડન્ટને ગૃહ વિભાગે એક પત્ર લખીને પશુઓની હેરફેર ઉપર કડક નજર રાખવાની તાકીદ પણ કરી હતી. આ જાહેરનામા અને પત્રોના પગલે ટુના પોર્ટ પરથી જીવંત પશુઓની નિકાસ અટકી પડતાં તેમને રદબાતલ કરવામાં આવે. જેથી અઆઝાદી પહેલાંથી જીવંત પશુઓની નિકાસનો વ્યવસાય કરી રહેલાં નિકાસકારોને ન્યાય મળે અને તેમના અધિકારોનું રક્ષણ થાય. રાજ્ય સરકારના જાહેરનામાને ગેરકાયદેસર, ગંરબંધારણીય અને મૂળભૂત અધિકારોનો ભંગ કરનારો ઠેરવવામાં આવે.’
આ મામલે રાજ્ય સરકારે પશુઓના રોગ-ચેપની ચકાસણીનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. જેમાં હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે,‘જીવંત પશુઓની આયાત કરનારા દેશમાં પશુઓના ચેપ-રોગની ચકાસણી ફરજિયાત ન હોય ત્યારે રાજ્ય સરકાર કે જેને આયાત-નિકાસની નીતિથી કોઇ સંબંધ જ નથી તે તેને ફરજિયાત કરી શકે નહીં.’ રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં જવા માટે છ સપ્તાહનો સ્ટે માંગવામાં આવ્યો હતો, પરંતુ હાઇકોર્ટે એ માંગ પણ ફગાવી કાઢી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.