શિક્ષણના વેપારીકરણ અને શિક્ષકોની લોભવૃત્તિને ઉજાગર કરતી જાહેરહિતની અરજી હાઇકોર્ટ સમક્ષ થઇ છે. જેમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2002માં એક ઠરાવ કરીને સ્કૂલમાં શિક્ષણ આપતાં શિક્ષકોને ટ્યુશન કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જો તેમ છતાં પણતેઓ ટ્યુશન આપે કે ક્લાસિસ ચલાવે તો તેમને નોકરીથી દૂર કરવાની સજા પણ રાખવામાં આવી છે.
તેમ છતાંરાજ્યભરના અનેક શિક્ષકો અને શૈક્ષણિક સંસ્થાઓ આ ઠરાવનો સરેઆમ ભંગ કરીને ટ્યુશન અને ક્લાસિસ ચલાવે છે. ખાસ કરીને ધોરણ 10ના વિદ્યાર્થીઓને ઇન્ટરનલ માર્ક્સની લાલચમાં શિક્ષકો ટ્યુશન ક્લાસ સુધી ખેંચી લાવે છે, અને ‘શિક્ષણ’ને ‘વેપાર’ બનાવી રહ્યા છે. શિક્ષણના આ વેપારીકરણને અંકુશમાં લેવા અને જવાબદારો સામે પગલાં લેવાની માગ સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. એક વાર જવાબ રજુ કરવાના હાઈકોર્ટના આદેશ છતાં પક્ષકારોએ જવાબ રજુ ન કરતા કોર્ટે લાલ આંખ કરી જવાબ રજુ કરવા માટે પક્ષકારોને આદેશ કર્યો છે.