ETV Bharat / state

High Court News : ધાર્મિક સ્થળો ઉપર લાઉડ સ્પીકરને લઇને સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું - High Court regarding loudspeakers at religious

ગુજરાત હાઇકોર્ટમાં ધાર્મિક સ્થળો ઉપર લાઉડ સ્પીકરના મામલે જે જાહેર હિતની અરજી દાખલ થઈ છે તેમાં આજે સરકાર દ્વારા સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું. હવેથી મંજૂરી મેળવ્યા વિના જો કોઈ સ્પીકરના ઉપયોગ કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 19, 2023, 8:31 PM IST

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં ધાર્મિક કાર્યક્રમમાં વપરાતા લાઉડ સ્પીકર માટે ગુજરાત હાઇકોર્ટમાં જે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. જે મુદ્દે આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે રાજ્ય સરકાર વતી ગૃહ વિભાગના એડિશનલ સેક્રેટરી નિખિલ ભટ્ટ દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું

ધાર્મિક સ્થળો ઉપર લાઉડ સ્પીકરનો મામલો : રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક કાર્યક્રમોમાં લાઉડ સ્પીકરોના ઉપયોગ માટે જે સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં મહત્વના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં હવેથી સરકાર દ્વારા અજાન માટે અથવા તો ધાર્મિક કાર્યક્રમો માટે લાઉડ સ્પીકર વાપરવું હોય તો તે માટે પરવાનગી લેવી જરૂરી છે. તેમ જ નોઇસ પોલ્યુશન માટે દિવસ અને રાત્રી દરમિયાનના અલગ અલગ નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે.

હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું : રહેણાંક વિસ્તારમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી વિસ્તારમાં 45 ડિસેબલ સુધીનો જ અવાજ પરવાનગી પાત્ર બનશે. જ્યારે સવારના 6 થી રાતના 10 વાગ્યા સુધી માત્ર 55 ડેસીબલ સુધીનો અવાજ રહેણા વિસ્તારમાં પરવાનગીને આપવામાં આવશે. કર્મશિયલ અને રહેણાંક વિસ્તારમાં જે પણ ડેસિબલ નક્કી કરવામાં આવ્યા હોય તેનાથી જો વધારે અવાજ હશે તો તેમની સામે જરૂરી પગલાં પણ લેવામાં આવશે. લાઉડ સ્પીકરના ઉપયોગ અંગેના તમામ નિયમો ધાર્મિક સ્થાનોને પણ સરખી રીતે લાગુ પડશે. આ સાથે જ સ્થાનિકોને અને રહેણાંકવાસીઓને મુશ્કેલી ના પડે તે રીતના લાઉડ સ્પીકર ના ઉપયોગ અંગે અંકુશ મુકવામાં આવશે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં આ અંગેની નીતિ પણ જાહેર કરશે.

વધુ સુનાવણી આગામી દિવસોમાં : ગુજરાત હાઇકોર્ટમાં આજે સરકાર દ્વારા ડીવાયએસપી કક્ષાના 56 નોડલ ઓફિસરનું લિસ્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. અત્રે મહત્વનું છે કે DySP કક્ષાના અધિકારી દ્વારા ધ્વનિ પ્રદૂષણના કિસ્સાઓમાં નોડલ ઓફિસર તરીકે કામ કરશે. આ સાથે જ જે મસ્જિદોમાં લાઉડ સ્પીકર ઉપર જે અઝાન પઢવામાં આવે છે તે બાબતે પણ અરજદાર દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં અરજદારની વારંવાર રજૂઆત બાદ સરકારી કોર્ટ સમક્ષ ચિત્ર સ્પષ્ટ કરતા કહ્યું હતું કે લાઉડ સ્પીકરની મંજૂરીમાં અજાણકે અન્ય ધાર્મિક બાબતોમાં પણ પરવાનગીની જરૂર છે અને સરકાર આ બાબતે પણ પગલા ટૂંક સમયમાં લહેશે. આ સમગ્ર મામલે વધુ સુનવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

  1. Gujarat High Court: ધ્વનિ પ્રદૂષણ અને લાઉડ સ્પીકરના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં વધુ એક અરજી, જીપીસીબીને નોટિસ
  2. Azaan dispute: લાઉડ સ્પીકરમાં થતી અઝાન વિવાદ મામલે એડવોકેટ જનરલને સોગંદનામુ રજૂ કરવા માટે આપ્યો આદેશ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.