અમદાવાદ: બંને અરજદારો દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે સોનગઢમાં આવેલી સીંઘાનિયા પબ્લિક સ્કૂલમાં ધીરેન્દ્ર હરબોલાની પ્રિન્સિપલ અને તેમની પત્ની રુચિની શિક્ષક તરીકે નિમણુક કરવામાં આવી હતી. જોકે 30મી જૂનના રોજ અચાનક જ તેમને નોકરી છોડવાની નોટિસ આપવામાં આવી અને ત્યારપછી ત્રણ દિવસમાં કવોટર્સ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
હાઈકોર્ટમાં દાખલ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે પ્રિન્સિપલના નવા નિયમોથી વ્યથિત થયેલી ત્રણ શિક્ષકો દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું છે અને CBSEના નિયમોનું ઉલ્લંઘન કરીને તેમને કાઢી મૂકવામાં આવ્યાં છે.
નોકરીમાંથી કાઢી મૂકાયેલા શિક્ષક દંપતિએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યાં - CBSE
દક્ષિણ ગુજરાતમાં આવેલા સોનગઢની ખાનગી શાળાએ શિક્ષક દંપતિને કાઢી મુકતાં બંને તરફે અલગ અલગ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેના ભાગરૂપે હાઈકોર્ટે રાજ્ય સરકારને, CBSEને નોટિસ પાઠવીને ખુલાસો માગ્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
![નોકરીમાંથી કાઢી મૂકાયેલા શિક્ષક દંપતિએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યાં નોકરીમાંથી કાઢી મૂકાયેલાં શિક્ષક દંપતિએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8221336-thumbnail-3x2-hc-teacher-7204960.jpg?imwidth=3840)