- વટવા GIDCમાં પ્લાસ્ટિકની કંપનીમાં આગ લાગી
- મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવ્યો ન હતો
- વહેલી સવારે મહદઅંશે આગ પર કાબૂ મેળવ્યો
અમદાવાદ : રાજ્યમાં આગના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો હતો. અમદાવાદમાં વટવા GIDCમાં ફેઝ-4 ખાતે આવેલી પ્લાસ્ટિક પેકેજિંગ ફેક્ટરીમાં આગ લાગી હતી. શુક્રવારે મોડી સાંજે કેમિકલ પ્રોસેસ દરમિયાન ભયાનક આગ ભભૂકી ઊઠી હતી. જેમાં કેમિકલના બોઈલરો ઊડીને આગમાં ભળતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગમાં હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી. બીજી તરફ આગની તીવ્રતાને જોતાં ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કરતાં 45થી વધુ ફાયર ફાઇટરો આગ બુઝાવવાના કામે લાગ્યા હતા. આગ પર મોડી રાત સુધી કાબૂ મેળવ્યો ન હતો.
આ પણ વાંચો : અમદાવાદના વટવા GIDC ફેઝ-4માં લાગી આગ, ફાયર ફાઈટરની 45 ગાડીઓ ઘટના સ્થળે
કેમિકલના કન્ટેઈનર આગમાં ભળતા કન્ટેઈનર ઊછળીને આગમાં પડ્યું
GIDC ફેઝ-4માં આવેલી મરુધર પ્લાસ્ટિક પેકેજિંગ યુનિટ-2 નામની ફેક્ટરીમાં કેમિકલ પ્રોસેસ દરમિયાન આગ ભભૂકી ઊઠતાં કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે આગનું કારણ જાણવા ફાયર વિભાગે તપાસ હાથ ધરી છે. પ્લાસ્ટિક પેકેજિંગ, એલ્યુમિનિયમ ફોઈલ અને ઇન્ક બનાવતી ફેક્ટરીમાં આગ લાગ્યાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. જોકે, સ્થળ પર પડેલા કેમિકલના કન્ટેઈનર આગમાં ભળતા કન્ટેઈનર ઊછળીને આગમાં પડતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની પાસે ફાયર અને ઓ.સી.કે ફાયરના સાધનો પણ ન હતા. ફાયર સેફટીની સુવિધા પણ ન હતી. ફાયર વિભાગ દ્વારા સમગ્ર મામલે તાપસ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : ઊંઝાની પાંજરાપોળમાં આગ લાગતા ઘાસચારો બળીને ખાખ
આધુનિક ટેકનોલોજી વાળી ફાયર ક્રેન દ્વારા પણ પાણીનો છનટકાવ કરવામાં આવ્યો
આગ પર કાબૂ મેળવવા માટે રોબોટ ફાયરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આધુનિક ટેકનોલોજી વળી ફાયર ક્રેન દ્વારા પણ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. વહેલી સવારે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, કેમિકલના કારણે આગ વધુ વિકરાળ બની હતી અને અમે અનેક કેમિકલ દ્વારા આગ પર કાબૂમાં લેવા માટે ફાયરના જવાનો કાર્યરત છે. જોકે, આગની તીવ્રતા જોતાં તેને બુઝાવવામાં સમય લાગી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, હાલના તબક્કે કોઈને જાનહાનિ કે ઈજા થઇ હતી.