નવલી નવરાત્રિ નજીક આવી રહી છે. ત્યારે નવરાત્રિને વિશેષ બનાવવા માટે ખૈલેયાઓ નવરાત્રિ અગાઉ પાંચ-પાંચ મહિનાથી પ્રેકટીસમાં લાગી જતા હોય છે. દર વર્ષે નવી સ્ટાઈલ તેમજ અવનવા કોસ્ચયૂમ, ફેન્સી મેકએપ અને ટ્રેડિશ્નલ લૂક તેમજ પાઘડી સહિતની વિવિધ એસેસરીઝની પસંદગી નવરાત્રી અગાઉ જ શરૂ થઇ જતી હોય છે.
નવરાત્રીની અંતિમ તૈયારી રૂપે પોતાના ગરબાઓની સ્ટાઈલમાં ધુમ મચાવતા ખૈલાયાઓનું ગ્રુપ તનતોડ મહેનત કરી રહ્યું હોય છે. ત્યારે અમદાવાદના દરેક વિસ્તારમાં ખેલૈયાઓ આવી જ રીતે વિવિધ સ્ટેપ્સ લઇને પ્રેકટીસ કરીને ટ્રેડિશ્નલ લૂકમાં નવરાત્રીને રંગીન બનાવી ધુમ મચાવશે.