ETV Bharat / state

પિતાએ કોંગ્રેસમાં અને પુત્રએ આપમાંથી નોંધાવી ઉમેદવારી - In Vasana ward, father and son are fighting against each other

અમદાવાદમાં પિતા-પુત્રએ સામ-સામે ઉમેદવારી નોંધાવી છે. પિતા કોંગ્રેસમાંથી અને પુત્ર આપમાંથી ચૂંટણી લડી રહ્યો છે.

પિતા કોંગ્રેસમાં તો પુત્ર આપમાં
પિતા કોંગ્રેસમાં તો પુત્ર આપમાં
author img

By

Published : Feb 11, 2021, 6:33 PM IST

  • વાસણા વૉર્ડમાં પિતા-પુત્ર વચ્ચે જામ્યો ચૂંટણી જંગ
  • પિતા વિનુભાઈ ગોહેલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડી રહ્યા છે
  • પુત્ર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે લડી રહ્યો છે

અમદાવાદ : ચૂંટણી સમયે અનેક સમાજ આમને-સામને આવતા હોય છે. એક જ સમાજમાં અનેક ફાંટા પડી જતા હોય છે. હવે તો રાજકારણ ઘરમાં ઘુસી ગયું છે. ખોખરમાં કાકા-ભત્રીજો સામસામે ચૂંટણી લડી રહ્યા છે. તો વાસણા વૉર્ડમાં પિતા-પુત્ર એકબીજાની સામે ચૂંટણી જંગ લડી રહ્યા છે. પિતા વિનુભાઈ ગોહેલ કોંગ્રેસમાંથી અને પુત્ર નિમેષ ગોહેલ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી જંગમાં ઉતર્યા છે. ઘણા લોકો પ્રશ્ન કરતા હોય છે કે, રાજકારણ કોને કહેવાય? આ સવાલનો જવાબ વાસણા વૉર્ડનો ચૂંટણી જંગ છે. પિતા-પુત્ર સામસામે આવી જાય તેને જ રાજકારણ કહેવાય.

મારા દીકરાને ભ્રમિત કરીને આપ તેને ચૂંટણી લડાવે છે

ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતા હવે પ્રચંડ પ્રચાર શરૂ થઈ ગયો છે. વિનુભાઈ ગોહેલ પોતાની પેનલ સાથે વાસણા વૉર્ડમાં પ્રચાર કરી રહ્યા છે. વિનુભાઈને પુત્ર અને પિતાના ચૂંટણી જંગ વિષે પ્રશ્ન કર્યો તો વિનુભાઈએ આમ આદમી પાર્ટી સામે આક્ષેપ કરતા જણાવ્યું કે, મારા દીકરાને ભ્રમિત કરીને આપ તેને ચૂંટણી લડાવી રહી છે.

પિતા નહીં પરંતુ પક્ષ મહત્વનો

પુત્ર નિમેષ ગોહિલને પિતા સામે ચૂંટણી લડવાનું કારણ પૂછતાં તેંમને સ્પષ્ટ જણાવ્યું કે, મારા માટે પિતા નહીં પરંતુ પક્ષ મહત્વનો છે. કેજરીવાલે શિક્ષણમાં જે કામ કર્યું તેનાથી પ્રેરાઈને હું આપમાં જોડાયો છું. આ સાથે જ તેમને કોંગ્રેસ અને ભાજપ બન્ને સામે આક્ષેપ કરતા જણાવ્યું કે, બન્ને પક્ષોએ સામાન્ય અને ગરીબ લોકો માટે કામ નથી કર્યા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.