ETV Bharat / state

ખારાઘોડાનું રણ પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકાયું, બજાણા પાસે ચેકપોસ્ટનું લોકાર્પણ કરાયું - The desert was opened to tourists

કચ્છના નાના રણમાં આવેલું ખારાઘોડાનું રણ અભયારણ્ય વિભાગ દ્વારા તારીખ 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી રણમાં પાણી હોવાથી પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે અને 16 ઓક્ટોબરના દિવસે પ્રવાસીઓ માટે રણ ખૂલ્લું મુકવામાં આવ્યું હતું. ત્યારે શનિવારે ધાંગધ્રા અભયારણ્ય વિભાગ દ્વારા બજાણાથી રણમાં જવાના મુખ્ય રસ્તા ઉપર ગેટ બનાવી ચેકપોસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Kharaghoda
ખારાઘોડાનું રણ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયુ
author img

By

Published : Oct 17, 2020, 10:01 PM IST

  • ખારાઘોડાના રણને 16 ઓક્ટોમ્બરથી પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકાયું
  • બજાણાથી રણમાં જવાના રસ્તા ઉપર ચેકપોસ્ટ બનાવાયું
  • ધાંગધ્રા અભયારણ્ય વિભાગ દ્વારા ચેકપોસ્ટનું લોકાર્પણ કરાયું
  • ચોમાસાની સિઝનમાં રણમાં પાણી હોવાને કારણે પ્રવાસીઓ માટે કરવામાં આવે છે બંધ

અમદાવાદઃ કચ્છના નાના રણમાં ખારાઘોડાનું રણ અભયારણ્ય આવેલું છે. જેમાં ચોમાસાની સિઝન દરમિયાન વરસાદી પાણી હોવાને કારણે આ અભયારણ્યને વન વિભાગ દ્વારા તારીખ 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યું હતું, અને 16 ઓક્ટોબરના દિવસે પ્રવાસીઓ માટે રણ ખૂલ્લું મુકવામાં આવ્યું હતું.

Kharaghoda
ખારાઘોડાનું રણ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયુ

પ્રવાસીઓ ઉપર નિયમન અને મદદરૂપ બની શકે તે માટે ચેકપોસ્ટ બનાવાયું

ધાંગધ્રા અભયારણ્ય વિભાગ દ્વારા બજાણાથી રણમાં જવાના મુખ્ય રસ્તા ઉપર ગેઈટ બનાવી ચેક પોસ્ટ ઊભી કરી હતી. જેથી કોઈ પ્રવાસીઓ અભયારણ્ય વિભાગની મંજૂરી કે પરમીટ વિના જઇ શકે નહીં, આ પ્રસંગે મદદનીશ વન સંરક્ષક ધાંગધ્રાના પી.બી.દવે, બી.જે. પાટડીયા, RFO બજાણા, કે.એ.મુલતાની, ધ્રાંગધ્રા એમ.આર.મેર અને સુરેન્દ્રનગરના RFO ઉપસ્થિત રહ્યાં હતા અને જણાવ્યું હતું કે, આ ચેકપોસ્ટ રણમાં આવતા પ્રવાસીઓ ઉપર નિયમન અને મદદરૂપ બની શકે તે હેતુથી શનિવારે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

કોરોના ગાઈડ લાઈનનું પાલન ફરજિયાત

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રણમાં આવનારા પ્રવાસીઓને કોરોનાની મહામારીને લઈને સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.