- માથાભારે શખ્સે બિલ્ડર પાસે એક કરોડની માગી
- બિલ્ડર પર હુમલો હુમલો કરવામાં આવ્યો હતો
- જમીન ખરીદીમાં વાંધો છે એમ કહી બિલ્ડર પાસે ખંડણી માગી
અમદાવાદઃ અડાલજ, ઝુંડાલ, ચાંદખેડા વિસ્તારમાં માથાભારે શખ્સની છાપ ધરાવતાં જીવા રબારીએ જમીન દલાલ અને અન્ય શખસો સાથે મળી સાબરમતીના બિલ્ડર પાસે જમીન ખરીદવા બાબતે વાંધો હોવાનું કહી રૂ.1 કરોડની ખંડણી માંગી હતી. જે આપવાનો બિલ્ડરે કરતાં જીવા રબારીના માણસોએ ઓફિસે આવી ધમકી આપી હતી. બાદમાં બીજા દિવસે રાતે કારમાં પીછો કરી અને હાઇવે પર કાર રોકી 10 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો.
15થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઇ
જીવા રબારી સહિતના 15થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે બિલ્ડર નાસી છૂટવામાં સફળ રહ્યાં હતાં. આ ઘટના મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બિલ્ડરે ફરિયાદ કરી હતી પરંતુ ચાંદખેડા પોલીસે આ મામલે અરજી લીધી હતી. બિલ્ડરે સમગ્ર મામલે પોલીસ કમિશનરને અરજી કરતા 8 દિવસ બાદ ચાંદખેડા પોલીસે જીવા રબારી સહિતના 15થી વધુ લોકો સામે ફરિયાદ નોંધી હતી.
આપણ વાંચોઃ વાપી પાલિકા વિસ્તારમાં 10 હજાર જેટલા રખડતા શ્વાનોની ખસીકરણ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ
બિલ્ડર પર હુમલો
સાબરમતી કબીરચોક પાસે આવેલા જૈન નગરમાં ભરતભાઇ જેઠવાણી પરિવાર સાથે રહે છે અને તેઓ બિલ્ડર છે. ચાંદખેડા ખાતે ધ ક્રેસ્ટ નામની બિલ્ડીંગની સાઇટ ચાલે છે. ભાગીદારો સાથે મળી અને તેઓએ ચાંદખેડા વિસ્તારમાં તેઓએ જમીન ખરીદી મામલે ન્યૂઝપેપરમાં જાહેરાત આપી હતી. 16 માર્ચે ભરતભાઇના પિતા પર રાવજીભાઈ નામના શખ્સે ઝુંડાલથી બોલું છું કહી અને ચાંદખેડાવાળી જમીન ખરીદી છે. તેમાં જીવા રબારીને વાંધો છે. જીવાભાઈનો જે પૈસાનો વ્યવહાર છે તે પતાવી દો માથાભારે માણસ છે. ભરતભાઈના પિતાએ તેમને વાંધો હોય તો ન્યૂઝપેપરમાં જાહેરાત આપી છે અને વકીલ દ્વારા પુરાવા મોકલી આપે. 18 માર્ચે જ્યારે ભરતભાઇ ઓફિસથી ઘરે જતા હતા, ત્યારે બ્લેક સ્કોર્પિયો વડે રેકી કરી અને વિસત ગાંધીનગર હાઇવે પર અન્ય 2 ગાડીઓમાં માણસો આવ્યા હતા અને ગાડીને ઉડાવવાની કોશિશ કરી હતી. જો કે, ગાડી ભગાવતા બે ગાડીઓની આડાશ મૂકી અને 10થી 12 લોકોએ હુમલો કર્યો હતો. જો કે ગાડી ભગાવી નાસી જવામાં સફળ રહ્યાં હતાં. આ ઘટના બાદ ભરતભાઈએ ચાંદખેડા પોલીસમાં ફરિયાદ કરી હતી.