સમગ્ર વિગત અનુસાર NGTએ આદેશમાં જણાવ્યું હતું કે, આ મુદ્દે અગામી 6 મહિનામાં જ કામગીરી શરૂ કરી દેવી જોઈએ. NGT દ્વારા આપવામાં આવેલા આ નવા આદેશમાં ફેરફાર ન દ્વારા પીરાણા ડમ્પ સાઈટ ખસેડવા મુદ્દે 3 થી 5 વર્ષ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ઉઘૌગિક એકમો દ્વારા કરવામાં આવતા પ્રદુષણને ડામવા માટે ગુજરાત પ્રદુષણ નિયત્રંણ બોર્ડ દ્વારા લેવાયેલા પગલા મુદ્દે NGTએ સંતોષ વ્યકત કર્યો હતો.
ગુજરાત હાઈકોર્ટના વકીલ અમિત પંચાલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર NGTએ જણાવ્યું હતું કે, ટેન્ડરની લાંબી પ્રક્રિયા વગર મશીન અને માનવ બળના સંયુકત ફોરમેશનથી વહેલી તકે આ સમસ્યાનો નિવારણ લાવવાની જરૂર છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ મુદ્દે SOP તૈયાર કરી છે. ઈન્દોર મોડેલને અપનાવવાની જરૂર છે જેમાં 10 કરોડ રૂપિયાના ખર્ચે 15 ટન વેસ્ટ દુર કરવામાં આવ્યું હતું.