ETV Bharat / state

અમદાવાદમાં જાહેરમાં થૂંકતા લોકો સામે મનપાની કાર્યવાહી, 6 લાખથી વઘુ રૂપિયાનો દંડ વસૂલાયો

કોરોના વાઇરસના અગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ જાહેરમાં થૂંકવા બદલ 500 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી હતી.કોરોના વાઈરસ સામે લડવા ગુજરાત સરકારે ઈન્ડિયન એપેડેમિક એક્ટ અમલમાં મૂક્યો છે.

ahmedabad
ahmedabad
author img

By

Published : Mar 17, 2020, 3:07 AM IST

અમદાવાદઃ કોરોના વાઇરસના અગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ જાહેરમાં થૂંકવા બદલ 500 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી હતી. કોરોના વાઈરસ સામે લડવા ગુજરાત સરકારે ઈન્ડિયન એપેડેમિક એક્ટ અમલમાં મૂક્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ સરકારના નિર્ણયના ચુસ્ત પાલન માટે પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં અમદાવાદના તમામ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને અલગ-અલગ જવાબદારી સોંપી હતી.

સવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને JETની ટીમે જાહેરમાં થૂંકતા 1244 લોકો સામે કાર્યવાહી કરી રૂપિયા 6.22 લાખનો દંડ વસૂલ કર્યો છે. 278 જેટલી ટીમો સવારથી શહેરના રોડ પર ઉતરી હતી.

અમદાવાદમાં જાહેરમાં થૂંકતા લોકો સામે મનપાની કાર્યવાહી
સૌથી વધુ દક્ષિણ ઝોન એટલે કે મણિનગર, ઇસનપુર, લાંભા, વટવા સહિતના વિસ્તારોમાં 262 લોકોને દંડ કરી 1.31 લાખનો દંડ વસૂલાયો છે. જ્યારે સૌથી ઓછો દંડ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 54000નો જ દંડ વસૂલવામાં આવ્યો છે. સવારે ઝડપથી કાર્યવાહી કરવામાં આવી હતી અને 12 વાગ્યા સુધીમાં 2 લાખનો દંડ વસૂલાયો છે. ટ્રાફિક જંક્શન પર જાહેરમાં થૂંકતા લોકો સીસીટીવીમાં ઝડપાતા તેઓ સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.