અમદાવાદઃ શહેરમાં સોમવારથી AMTS અને BRTS બસ સેવા શરૂ થઇ રહી છે. જો કે, કુલ બસની 50% બસ દોડાવવામાં આવશે. આ સાથે સાથે બસની કેપેસીટી કરતા અડધા મુસાફરોને જ બસમાં એન્ટ્રી આપવામાં આવશે. જેમાં મુસાફરોની સંખ્યા પણ અડધી જ રહેશે.
નવ કલાકે કર્ફયુ અમલમાં આવતો હોવાથી બસ સેવા સવારના 7થી સાંજના 7 સુધી દોડશે. જેમાં મુસાફરો ડ્રાઈવર- કંન્ડક્ટર માટે માસ્ક ફરજીયાત રહેશે. જેમાં વિશેષ સુવિધાની જો વાત કરવામાં આવે તો બધા જ બસ મથકો પર નહીં પરંતુ મુખ્ય મથકો પર સેનેટાઇઝરની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે.