ETV Bharat / state

સ્થિતિ કાબૂમાં નહીં આવે ત્યાં સુધી બફર ઝોન ચાલુ રહેશે: કમિશનર વિજય નહેરા

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કહ્યું કે શહેરના કોટ વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કરાયો છે.તેમણે સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી સ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી બફર ઝોન ચાલુ રહેશે.

સ્થિતિ કાબૂમાં નહીં આવે ત્યાં સુધી બફર ઝોન ચાલુ રહેશે: કમિશનર વિજય નહેરા
સ્થિતિ કાબૂમાં નહીં આવે ત્યાં સુધી બફર ઝોન ચાલુ રહેશે: કમિશનર વિજય નહેરા
author img

By

Published : Apr 8, 2020, 5:51 PM IST

અમદાવાદઃ અમદાવાદની ચિંતાજનક સ્થિતિ જોતાં મધ્ય ઝોનના 6 વોર્ડને બફર ઝોન તરીકે જાહેર કરાયાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે પત્રકાર પરિષદમાં અમદાવાદની સ્થિતિ અને શહેર કોટડામાં વધતા કોરોના કેસો પર મહત્વની જાણકારી આપી. તેમણે કહ્યું કે સાઉથ કોરિયામાં જે રીતે કામ થયું તે જ રીતે કામ થઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કહ્યું કે શહેરના કોટ વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કરાયો છે. જેટલા પણ ગેટ છે ત્યાં કોરોના ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. દરેકની ચકાસણી થઈ રહી છે. કાલુપુર શાકમાર્કેટ અને બજાર બંધ કરાયા છે. આખી રાત આ ઓપરેશન ચાલ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે જરૂરી રસ્તાઓ પર બેરીકેડિંગ કરવામાં આવ્યું છે. 13 જગ્યાએ કોરોના ચેકપોસ્ટ બનાવી છે. 12,000 લોકોને ચેક કરાયા છે. 700થી વધુ ટીમો ડોર ટુ ડોર તપાસ કરી રહી છે. આવનારા સમયમાં મેગા સર્વેલન્સ હાથ ધરાશે. તેમણે સૌથી મોટી વાત એ કરી કે કોટ વિસ્તારમાં રહેતા તમામ લોકોની આવતી કાલથી તપાસ શરૂ કરાશે.

સ્થિતિ કાબૂમાં નહીં આવે ત્યાં સુધી બફર ઝોન ચાલુ રહેશે: કમિશનર વિજય નહેરા
નહેરાએ કહ્યું કે મોબાઈલ ટેસ્ટિંગ માટે 7 વાન છે. બપોર પછી રેનબસેરા અને લેબર કોલોનીઓમાં પણ તપાસ હાથ ધરાશે. રોજના 600 સેમ્પલ લેવાઈ રહ્યાં છે. આવનારા દિવસમાં કેસ સામે આવશે. જેટલા કેસ શોધીશું એટલું જ સ્થિતિ નિયંત્રણમાં લાવી શકીશું. એક પોઝિટિવ વ્યક્તિ 400 લોકોને અસર કરી શકે છે. છેલ્લા 2 દિવસમાં 1250 સેમ્પલ લીધાં છે. તેમણે કહ્યું કે આપણી ટીમો ઘરે ઘરે જઈને સેમ્પલ લઈ રહી છે. ચેઝિંગ ધ વાયરસની થીયરી પર ચાલીએ છીએ. વધુમાં વધુ સેમ્પલ લઈએ છીએ. એક કીટ 15 દિવસ ચાલે તેટલી સગવડ કરાઈ છે. લોકડાઉન વધશે તો પણ સગવડ કરવામાં આવશે. વિજય નહેરાએ સ્પષ્ટપણે કહ્યું કે જ્યાં સુધી સ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં ત્યાં સુધી બફર ઝોન ચાલુ રહેશે. કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સાઉથ કોરિયામાં જે પદ્ધતિથી કામ થયું તે જ રીતે અમદાવાદમાં અમે કરી રહ્યાં છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.