ETV Bharat / state

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપા દ્વારા જનસંપર્ક અભિયાન હાથ ધરાશે - Mahesh Kaswala

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના અનુસંધાને ભાજપ પ્રદેશ પ્રવક્તા અને ચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જ મહેશ કસવાલાએ ભાજપા પ્રદેશ કાર્યાલય ' કમલમ' ખાતે ભાજપાના સાતેય મોરચાઓ અને વિવિધ વિભાગો દ્વારા આગામી સમયમાં થનારા વિવિધ કાર્યક્રમોની કાર્યયોજના વિશે માહિતી આપી હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપા દ્વારા જનસંપર્ક અભિયાન હાથ ધરાશે

author img

By

Published : Jan 7, 2021, 5:53 PM IST

  • ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે યોજાઈ હતી ચૂંટણીલક્ષી બેઠકો
  • રાજ્યભરમાં 1 લાખ કરતા વધુ ગ્રૂપ બેઠકો-ખાટલા બેઠકો યોજાશે
  • ભાજપા દ્વારા જનસંપર્ક અભિયાન હાથ ધરાશે

અમદાવાદઃ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના અનુસંધાને ભાજપ પ્રદેશ પ્રવક્તા અને ચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જ મહેશ કસવાલાએ ભાજપા પ્રદેશ કાર્યાલય ' કમલમ' ખાતે ભાજપાના સાતેય મોરચાઓ અને વિવિધ વિભાગો દ્વારા આગામી સમયમાં થનારા વિવિધ કાર્યક્રમોની કાર્યયોજના વિશે માહિતી આપી હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપા દ્વારા જનસંપર્ક અભિયાન હાથ ધરાશે

ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે યોજાઈ હતી ચૂંટણીલક્ષી બેઠકો

મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતા અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના અનુસંધાને છેલ્લા બે દિવસથી પ્રદેશ ભાજપા કાર્યાલય ખાતે ભાજપાની વિવિધ ચૂંટણીલક્ષી સંગઠનાત્મક વ્યવસ્થા અને આગામી કાર્યક્રમોના આયોજન અંગે વિવિધ બેઠકો યોજાઇ હતી. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં રાજ્યભરમાં યોજાવા જઇ રહેલી ચૂંટણીઓ અતિમહત્ત્વની છે. 5મી જાન્યુઆરીએ મીડિયા અને સોશિયલ મીડિયા વિભાગની બેઠકો તેમજ 6 જાન્યુઆરીએ ભાજપાના તમામ મોરચાના પ્રદેશ આગેવાનોની એક સંયુક્ત બેઠક યોજાઇ હતી. ત્યારબાદ વિવિધ મોરચાના પ્રદેશ હોદ્દેદારો અને મોરચાના જિલ્લાના અપેક્ષિત અગ્રણીઓ સાથે બેઠકો યોજી હતી.

રાજ્યભરમાં 1 લાખ કરતા વધુ ગ્રૂપ બેઠકો-ખાટલા બેઠકો યોજાશે

મહેશ કસવાલાએ ભાજપાના આગામી કાર્યક્રમોની માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી 12 જાન્યુઆરી સુધીમાં ભાજપાના તમામ મોરચાની જિલ્લા બેઠકો પૂર્ણ થશે. 16 થી 26 જાન્યુઆરી સુધીમાં ભાજપાના સાતેય મોરચાઓ રાજ્યના 50 હજારથી વધુ બુથોમાં બે-બે બેઠકો દ્વારા વ્યાપક જનસંપર્ક કરી રાજ્યભરમાં 1 લાખ કરતા વધુ ગ્રૂપ બેઠકો-ખાટલા બેઠકો કરશે.

ભાજપા દ્વારા જનસંપર્ક અભિયાન હાથ ધરાશે

ભાજપાનો પ્રત્યેક મોરચો તેમના કાર્યક્ષેત્ર અનુરૂપ પત્રિકા સાથે મતદારો પાસે જઈ ભાજપા સરકારની કામગીરીથી અવગત કરશે. ભાજપા સરકારે કરેલી કામગીરી, યોજનાઓ, ભાજપાની રાષ્ટ્રવાદી વિચારધારા સર્વસ્પર્શી બને તે માટે ભાજપા દ્વારા જનસંપર્કનું અભિયાન હાથ ધરવામાં આવશે.

ભાજપાના મંડળોમાં મીડિયા વિભાગ દ્વારા ગ્રૂપ બેઠકો યોજાશે

મહેશ કસવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, તમામ 41 જિલ્લા/મહાનગરોમાં ભાજપા મીડિયા વિભાગના યોજાનારા વર્કશોપનો પ્રારંભ થયો છે. આગામી એક અઠવાડિયામાં જિલ્લા સ્તરે ભાજપાના મીડિયા વર્કશોપ યોજાશે. ત્યારબાદ ભાજપાના 579 સંગઠનાત્મક મંડળોમાં પણ મીડિયા વિભાગ દ્વારા ગ્રૂપ બેઠકો યોજાશે.

સોશિયલ મીડિયામાં રુચિ ધરાવતા 20-25 કાર્યકર્તાઓ સાથે ગ્રૃપ મિટિંગો યોજાશે

ભાજપાના સોશિયલ મીડિયા વિભાગ દ્વારા પણ 12 જાન્યુઆરી સુધીમાં તમામ જિલ્લા/મહાનગરોમાં બેઠકો પૂર્ણ થશે. તમામ મંડળોમાં પણ સોશિયલ મીડિયામાં રુચિ ધરાવતા 20-25 કાર્યકર્તાઓ સાથે ગ્રૃપ મિટિંગો યોજાશે.

આ ઉપરાંત ભાજપ રામમંદિર નિર્માણમાં VHPની આગેવાનીમાં પોતાનું યોગદાન અને ફાળો આપશે. તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા માટે ભાજપ મેનિફેસ્ટો બહાર પાડી શકે છે. ભાજપના સાંસદો, ધારાસભ્યો અને અધિકૃત પ્રવકતા તેમજ હોદ્દેદારો સિવાય અન્ય કાર્યકરોને મીડિયા સમક્ષ બોલવાની મનાઈ ફરમાવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.