સતત વધી રહેલા ગરમીને જોતા હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે બાદ આજે ફરી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૨૪ કલાકમાં મહત્તમ તાપમાન લગભગ સમાન રહેશે અને થોડો વધારો નોંધાશે જ્યારે લઘુતમ તાપમાન ૨ થી ૩ ડિગ્રી વધશે. તો રાજ્યમાં આગામી ૨ થી ૩ દિવસ સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.
અમદાવાદ અને વડોદરામાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે, જ્યારે અન્ય ગરમ શહેરોમાં અમરેલી ૪૨, સુરેન્દ્રનગર ૪૧.૭, વલ્લભવિદ્યાનગર ૪૧.૬,ગાંધીનગર ૪૧.૬ અને ડીસામાં ૪૧.૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા સૌથી વધુ ગરમ શહેરો રહ્યા હતા.આગામી સમયમાં તાપમાનમાં વધારો નોંધાશે જેને લઇ હવામાન વિભાગ દ્વારા કારણ વિના બપોરના સમયે બહાર ન નીકળવા સૂચના આપી છે.