અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે કોરોના ચકાસવા માટે રેપીડ એન્ટીજન ટેસ્ટની ભલામણ કરતા અને મહત્વનુ અવલોકન કરી કહ્યું કે, રેપીડ એન્ટીજન ટેસ્ટ વધુ એક્યુરેટ હોવાથી તેનો ઉપયોગ કરવામાં આવે, વળી 24 કલાકમાં આરોપીને કોર્ટમાં જ્યુડિશિયલ અધિકારી સમક્ષ રજુ કરવાનો હોવાથી તેમાં પણ અનુરૂપ રહે છે.
ગુજરાત હાઇકોર્ટની જસ્ટિસ સોનિયા ગોકણીની અધ્યક્ષતાવાડી ડિવિઝન બેંચ સમક્ષ મહિલાના પતિ કે જે આરોપી છે એ 24 કલાકમાં કોર્ટ સમક્ષ કેમ રજૂ કરવામાં આવ્યા નથી. તેના સંદર્ભમાં રાજ્ય સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે, કોરોના ટેસ્ટિંગમાં ટેસ્ટનું પરિણામ બાકી હોવાથી આરોપીને રજૂ કરવામાં આવ્યા નથી. ત્યારે કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ભલામણ કરવામાં આવી હતી.
હાઇકોર્ટે અવલોકન કર્યું કે, આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ મુદ્દે રાજ્ય સરકાર નિર્ણય લઈ શકે છે. ત્યારે રાજ્ય સરકારે આ મુદ્દે નિષ્ણાંત ડોક્ટરો અને પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી જવાબ રજૂ કરવા માટે સમયની માંગ કરી છે.