જો કે, 3 આરોપીઓમાંથી હજુ એકની જ ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આરોપી પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ આરોપીઓ સાથે કામ કરતા હતા ત્યારે તે વિકાસ પાંડેને ત્યાં ફર્નિચરનું કામ કર્યું હતું. જે કામના 8000 રૂપિયા બાકી નીકળતા હતા. તેથી આ આરોપીને જુનેદ અને ઉજરે પોતાના ઘરે બોલાવી ઝઘડો કરતા તેમના વચ્ચે તકરાર થઈ હતી. ત્યારે આ આરોપીઓ દ્વારા વિકાસ પાંડેનું ગળુ દબાવીને અને મોઢું દબાવીને હત્યા કરી ફતેહવાડીનીં કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા બાતમીને આધારે એક આરોપી મળી આવ્યો હતો, પરંતુ હજુ સુધી બે આરોપીઓ પોસીલના હાથમાંથી ફરાર છે જેની હજુ પોલીસ શોધખોળ કરી રહી છે.
અમદાવાદમાં માત્ર 8,000ની લેતી-દેતીમાં હત્યા કરનારો આરોપી ઝડપાયો
અમદાવાદઃ શહેરમાં હત્યાના બનાવો સામે આવવા તે હવે સામાન્ય બાબત બની ગઈ છે. માત્ર 8000 રૂપિયાની લેવડદેવમાં ગત્ 24 મેના રોજ સાંજે 4.30 વાગે ગ્યાસપુર ફતેહવાડી કેનાલના ગરનાળામાંથી વેજલપુર પોલીસને મૃતદેહ મળી આવ્યો હતો. જેની વિરૂદ્ધ વેજલપુર પોલિસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો, પરંતુ આ કેસની તાપસ ક્રાઇમબ્રાન્ચ અને સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવતા મોહમ્મદ ઉજેબિર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.