ETV Bharat / state

સિવિલ હોસ્પિટલમાં થયું 15મું અગદાન, 41 જરૂરિયાતમંદ દર્દીઓને મળ્યું જીવનદાન - The virtue of organ donation

અમદાવાદ સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં છેલ્લા કેટલાક મહિનાઓથી અંગદાન(Organ donation)નું મહત્વ સતત વધી રહ્યું છે. જેમાં રાજ્ય અંગ અને પેશી ટ્રાન્સપ્લાન્ટ સંસ્થા(SOTTO)ની ટીમ સતત શૈલીના આધારે બ્રેઈનડેડ(Braindead) વ્યક્તિના પરિવાર સાથે વાતચીત કર્યા બાદ અંગદાનનું મહત્વ સમજાવવામાં આવે છે. હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 15 બ્રેઇનડેડ વ્યક્તિઓના 53 અંગોના દાન થકી 41 જરૂરિયાતમંદ દર્દીઓની કાર્યદક્ષતા અને જીવનશૈલીમાં સુધાર લાવી તેમને નવજીવન આપવામાં સફળતા મળી છે.

સિવિલ હોસ્પિટલમાં થયું 15મું અગદાન, 41 જરૂરિયાતમંદ દર્દીઓને મળ્યું જીવનદાન

author img

By

Published : Oct 19, 2021, 4:00 PM IST

  • 23 વર્ષીય યુવનના અંગદાને ત્રણ જરુરીયાતમંદોને અમરત્વ પ્રદાન કર્યું
  • સિવિલ હોસ્પિટલમાં 53 અંગોના દાન થકી 41 જરૂરિયાતમંદ દર્દીઓને મળ્યું જીવનદાન
  • છેલ્લા એક મહિનામાં છ બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગદાનમાં મળી સફળતા: સિવિલ સુપ્રિટેન્ડેન્ટ

અમદાવાદઃ ધરતી પર માનવ અવતારમાં રહેલા તબીબોને દેવદૂત તરીકે પૂજવામાં આવે છે. ઘણી વખત મોતના મુખમાંથી પણ દર્દીને પાછો લાવવામા તબીબો સફળ બને છે. કોરોના કાળમાં પીપીઇ કીટમા સજ્જ દેવદૂત સમાન તબીબોએ પરિશ્રમ-પ્રયાસો થકી અનેક કોરોના ગ્રસ્ત દર્દીઓને નવજીવન બક્ષી સાર્થક કરી બતાવ્યું છે. પરંતુ કોઈ જરૂરિયાત મંદને નવજીવન આપવા તબીબ હોવું જ જરૂરી નથી.!! બ્રેઈનડેડ જાહેર થયા બાદ મૃત વ્યક્તિ પણ પોતાના અંગોના દાન થકી અન્યોને નવજીવન આપી શકે છે. અમદાવાદ સિવિલ(Civil Hospital)માં પણ ફરી વખત ખૂબ જ ટૂંકા અંતરાલમાં કંઈક આવું જ બન્યું હતું. અમદાવાદ સિવિલમાં 15મું અંગ દાન(Organ donation) કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના 23 વર્ષીય યુવાન અજયસિંહ પરમારનું લીમડી નજીક ટ્રક ઉપરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી...

17મી ઓક્ટોબરે યુવાનને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો

15 ઓક્ટોબરના રોજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. 17મી ઓક્ટોબરના રોજ સારવાર દરમિયાન અજયસિંહ પરમારને બ્રેઈનડેડ(Braindead) જાહેર કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા અજયસિંહના પરિવારજનોને અંગદાન માટેની સમજણ આપતા તેમના પરિવારજનોએ અજયસિંહ અંગોના દાન થકી જરૂરિયાતમંદોને અમરત્વ પ્રદાન કરવા માટે સંમતિ દર્શાવી હતી. આમ અજયભાઈની બે કિડની અને એક લીવર મેળવવામાં સફળતા મળી હતી. જેને ટૂંક સમયમાં જરૂરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

15 બ્રેઇનડેડ વ્યક્તિઓના 53 અંગોના દાન થકી 41 જરૂરિયાતમંદ દર્દીઓને મળ્યું જીવનદાન

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલની SOTTOની ટીમ અંગદાન ક્ષેત્રે અકલ્પનીય કામગીરી કરી રહી છે. છેલ્લા એક મહિનામાં છ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનમાં મળેલી સફળતા તેનું જવલંત ઉદાહરણ પૂરું પાડે છે. સમાજમાં અંગદાન પ્રત્યે જાગૃતતા વધી રહી છે. સિવિલ હોસ્પીટલમાં અત્યાર સુધીમાં 15 બ્રેઇનડેડ વ્યક્તિઓના 53 અંગોના દાન થકી 41 જરૂરિયાતમંદ દર્દીઓની કાર્યદક્ષતા અને જીવનશૈલીમાં સુધાર લાવી નવજીવન આપવામાં સફળતા મળી છે.

અંગદાનને લઈ ગ્રીન કોરિડોર પણ બનાવવો જરૂરી બને છે

SOTTO(State Organ And Tissue Transplant Organization)ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદી અંગદાન બાદના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવા માટેના અતિ મહત્વના સમયગાળા વિશે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, દર્દી બ્રેઈનડેડ જાહેર થતા તેના હૃદયને 4થી 6 કલાક, ફેફસાંને 6થી 8 કલાક, સ્વાદુપિંડ અને લીવરને 8થી 10 કલાક, કિડનીને 24 કલાક, આંખોને છ કલાકમાં કાઢીને એક અઠવાડિયામા અને બંને હાથોને છ કલાકમાં બ્રેઇનડેડ વ્યક્તિના શરીરમાંથી કાઢીને અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવુ જરૂરી બની રહે છે. ડૉ.પ્રાંજલ મોદીએ જણાવ્યું કે, સમગ્ર પ્રક્રિયાને જરૂરી સમયગાળામાં ત્વરાએ પૂર્ણ કરવા માટે જ ઘણી વખત ગ્રીન કોરિડોરનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ તહેવારોને લઈને અમદાવાદ પોલીસ સતર્ક, બજારોમાં ખાનગી ડ્રેસમાં પોલીસ રહેશે તૈનાત

આ પણ વાંચોઃ અમદાવાદમાં વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાખી ચાંદીની લૂંટ કરી 3 શખ્સો રફૂચક્કર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.