વિજય રૂપાણીએ ટ્રેનનું નિરીક્ષણ કરીને યાત્રિકો સાથે મુલાકાત કરી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતનું સૌભાગ્ય છે કે ટ્રેન શરૂ થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા ઘણી નવી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે વધુ એક તેજસ ટ્રેનને પણ અમદાવાદથી મુંબઇ સુધી શરૂ કરવામાં આવી છે.
અમદાવાદથી મુંબઇ સુધી અનેક લોકો સફર કરે છે, ત્યારે આ પ્રકારની ટ્રેનથી અનેક લોકોને ફાયદો થશે તો અમદાવાદ અને મુંબઇ વચ્ચેના સંબંધો પણ તેજસના કારણે વધુ મજબૂત બનશે. યુનિયનના વિરોધ અંગે રૂપાણીએ કહ્યું કે ,આ ટ્રેનથી કોઈ પણ કર્મચારીને નુકસાન નહિ થાય, કર્મચારીઓને પણ આ ટ્રેનથી ફાયદો જ થશે.