તેજસ એક્સપ્રેસની સફરનો આજે પ્રથમ દિવસ હતો. આ ટ્રેનની વિશેષતાઓને સંદર્ભે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ત્યારે આ ટ્રેનની સ્પેશિયાલિટી અંગે વિગતે જાણવું રસપ્રદ બન્યુ. ઉલ્લેખનીય છે કે તેજસ એક્સપ્રેસમાં તમામ vip પ્રકારની વ્યવસ્થાઓ મૂકવામાં આવી છે મહત્વની જો વાત કરવામાં આવે તો મુસાફરો માટે એલઈડી સ્ક્રીન ઇન્ટરનેટ કનેકટીવિટી વાઇ-ફાઇની સુવિધા આ ઉપરાંત સીટ ઉપર જ આરામથી ઉંઘી શકે તેવી ખાસ સીટ પણ ટ્રેનમાં મૂકવામાં આવી છે.
આ ઉપરાંત રીતે ફ્લાઈટમાં એર હોસ્ટેસ મુસાફરોને નાસ્તો અને પાણી સર્વ કરે છે તેવી જ રીતે તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં પણ ખાસ મહિલા અને પુરુષ હોસ્ટ હોસ્ટ તરીકે રાખવામાં આવ્યાં છે..આ સાથે જ મુસાફરોને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે દરેક સીટ ઉપર એક પેનીક એટલે કે હેલ્પ બટન પણ મુકવામાં આવ્યું છે.જે બટન દબાવતાં જ ટ્રેન હોસ્ટેસ મુસાફરો પાસે આવીને મદદ કરે છે. ઉલ્લેખનીય છે કે જે રીતે ફ્લાઇટ્સમાં સુવિધા આપવામાં આવી છે તેવી જ સુવિધા તેજસ એક્સપ્રેસમાં આપવામાં આવી છે.
આજે 17મીએ અમદાવાદથી સવારે 11 કલાકે CM વિજય રૂપાણીએ તેજસ એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરી હતી. જે સાંજે 4 કલાકની આસપાસ મુંબઇ આવી હતી અને ત્યારબાદ 15.17 મિનિટે અમદાવાદ જવા ટ્રેન રવાના કરવામાં આવી હતી..