અમદાવાદ: શહેરમાં રવિવારના રોજ સવારે 6થી 10 વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 5 મિમી વરસાદ વરસ્યો છે. શનિવાર રાતથી બોપલ, સેટેલાઇટ, વસ્ત્રાપુર, એસજી હાઇવે, વૈષ્ણદેવી સર્કલ, રાણીપ,ચાંદખેડા, મોટેરા, સાબરમતી, દુધેશ્વર, રખિયાલ, ઓઢવ, શાહીબાગ, મણિનગર, ઇસનપુર સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.
શહેરમાં પડી રહેલા ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ, કંટ્રોલરૂમથી રખાઈ રહી છે ચાંપતી નજર - Rain in ahemdabad today
અમદાવાદ શહેરમાં મેઘરાજાની મહેર યથાવત છે. અમદાવાદમાં અનરાધાર વરસાદને કારણે વિઝિબલિટી ઘટી છે. લોકો વાહનોમાં હેડ લાઈટ ચાલુ કરવા મજબુર બન્યા છે. અમદાવાદના SG હાઇવે સહિતના રોડ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં પાલડી વિસ્તાર ખાતે આવેલા કંટ્રોલરૂમથી શહેરમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
શહેરમાં પડી રહેલા ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ