ETV Bharat / state

Ahmedabad Crime: LD એન્જિનિયરિંગ કૉલેજની હૉસ્ટેલમાં મૂળ સુરતના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા - Surat student commits suicide in LD Engineering

અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કૉલેજની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા ચકચાર મચી હતી. જોકે, ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ અંગે તપાસ શરૂ કરી છે.

Ahmedabad Crime: LD એન્જિનિયરિંગ કૉલેજની હૉસ્ટેલમાં મૂળ સુરતના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

author img

By

Published : Mar 2, 2023, 5:53 PM IST

આત્મહત્યા પાછળનું કારણ અકબંધ

અમદાવાદઃ શહેરમાં ગુનાઓની સંખ્યા વધી રહી છે. સાથે જ આત્મહત્યાની પણ ઘટનાઓ વધતી હોય તેવું લાગી રહ્યું છે. આજકાલ સામાન્ય બાબતોમાં આત્મહત્યાની અનેક ઘટનાઓ સામે આવે છે. તેવામાં શહેરની એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ Doctor Atul Chag Suicide Case: ડોક્ટરના પરિવારે HCમાં કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની અરજીની પ્રક્રિયા શરૂ કરી

પોલીસે શરૂ કરી તપાસઃ મૂળ સુરતના આ વિદ્યાર્થીએ કૉલેજની જ હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી હતી. જોકે, આ ઘટનાની જાણ થતાં જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસે શરૂ કરી તપાસ
પોલીસે શરૂ કરી તપાસ

મૃતકની સાથે રહેતા વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતોઃ મહત્વનું છે કે, મૃતક વિદ્યાર્થી સુરતનો રહેવાસી હતો. તેણે થોડાક સમય પહેલાં પરીક્ષાનું ફોર્મ પણ ભર્યું હોવાનું સામે આવ્યું હતું. જોકે, બપોરના સમયે તેની સાથે રહેતો વિદ્યાર્થી હોસ્ટેલ પહોંચ્યો હતો. ત્યારે તેણે રૂમ ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રૂમ ન ખુલતા તેણે આ અંગે અન્ય સ્ટાફને જાણ કરી હતી. ત્યારબાદ રૂમ ખોલવામાં આવતા વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ Rajkot Crime : વ્યાજખોરનો આતંક યથાવત, વધુ એક યુવાને જીવન ટૂંકાવ્યું

આત્મહત્યા પાછળનું કારણ અકબંધઃ આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ વી. જે. જાડેજાએ જણાવ્યું હતું કે, આ અંગે મૃતક વિદ્યાર્થીના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે, આત્મહત્યા પાછળનું કારણ ચોક્કસ સામે નથી આવ્યું. પરંતુ મૃતકના પરિવારજનો અને તેની સાથેના વિદ્યાર્થીના નિવેદન બાદ આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.